GSTV
Home » News » મંદી અને દિવાળીના તહેવારો વચ્ચે સૌરાષ્ટ્રમાં પર્યટકો સાથે ઉઘાડી લૂંટ, 30થી 40 ટકા ભાડા વધ્યાં

મંદી અને દિવાળીના તહેવારો વચ્ચે સૌરાષ્ટ્રમાં પર્યટકો સાથે ઉઘાડી લૂંટ, 30થી 40 ટકા ભાડા વધ્યાં

દિવાળીનું વેકેશન પડતા આજથી જ સૌરાષ્ટ્રનાં પર્યટન સ્થળોએ લોકોની ભીડ વધવા લાગી હતી. જો કે, આ વર્ષે નબળા ચોમાસા અને મંદીના માહોલની અસર પણ જોવા મળી રહી છે. બીજી તરફ ચાલુ દિવાળી પર્વે પણ દીવ, સાસણ, સોમનાથ સહિતના ફરવા લાયક અને ધાર્મિક સ્થળોએ પર્યટકો પાસેથી ઉઘાડી લૂંટ પણ ચાલુ થઈ ગઈ છે. હોટલો અને ગેસ્ટ હાઉસોમાં લાભ પાંચમ સુધીનાં ફૂલ બુકીંગ થઈ ગયા છે અને ૩૦થી ૪૦ ટકા જેવો ભાડા વધારો પણ ઝીંકી દેવાયો છે. એ જ રીતે ટ્રાવેલ્સ સંચાલકો અને ટૂર ઓપરેટરોએ પણ દોઢથી બે ગણો ભાવવધારો કર્યો છે.

સૌરાષ્ટ્રમાં આજથી દિવાળીની રોનક જોવા મળી છે. ગઈકાલ સુધી સુમસાન ભાસતી બજારો આજે રવિવાર હોવા છતાં ધમધમી ઉઠી હતી. આ સાથે જ અનેક પરિવારો આજથી જ દિવાળી વેકેશન પરિવારો આજથી જ દિવાળી વેકેશન માણવા લાંબી કે ટૂંકી ટૂર પર ઉપડી ગયા હતા તો ઘણા પરિવારોએ દિવાળી અને નૂતન વર્ષની ઘરે ઉજવણી કર્યા બાદ ભાઈબીજથી લાભપાંચમ સુધી વેકેશન માણવાનું આયોજન ઘડી કાઢ્યું છે. 

2 મહિના પહેલાં અેડવાન્સ બુકીંગ કરનારને ફાયદો

અગવડતા ન પડે એટલે ઘણાએ એક-બે મહિના પહેલા જ દીવ, સાસણ, સોમનાથ, દ્વારકા સહિતના પર્યટન સ્થળોએ હોટલોનાં બુકીંગ કરાવી લીધા છે અને વાહન ભાડે પણ રાખી લીધા છે. જ્યારે મોટાભાગના ફેમિલી કે મિત્ર વર્તુળ તો આગોતરા આયોજન વગર જ દિવાળી વેકેશન માણવાની મોજમાં છે. પરિણામે પર્યટનધામ દીવ અને સાસણ તેમજ સોમનાથ જેવા તિર્થસ્થળોએ હોટલો, ગેસ્ટહાઉસો, રીસોર્ટ, ફાર્મ હાઉસોમાં રહેવાના ભાડા સામાન્ય દિવસોમાં રૂા. ૨૦૦૦થી રૂા. ૧૨ હજાર જેવા હતા, એમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો ઝીંકીને ઉઘાડી લૂંટ શરૂ કરાઈ છે. એટલું જ નહીં, ચાલુ વર્ષે નબળા ચોમાસા અને મંદીની અસરના કારણે પર્યટકો ઓછા આવી રહ્યા હોવા છતાં હોટલો- ગેસ્ટ હાઉસોમાં દિવાળીનાં દિવસોમાં ફૂલ બુકીંગ હોવાનું કહીને ખાલી રૂમનાં કાળાબજાર થાય છે.

પેટ્રોલ- ડીઝલના ભાવવધારાનું બહાનું આગળ ધર્યું

રાજકોટ કે અન્ય શહેરોમાંથી દિવાળી વેકેશન માણવા જવાનો પ્લાન બનાવતા લોકો પાસેથી ટ્રાવેલ્સ સંચાલકો અને ટૂર ઓપરેટરોએ પણ ઉઘાડી લૂંટ ચાલુ કરી છે. અલગ-અલગ કારનાં કિ.મી. દીઠ ભાડા સામાન્ય દિવસોમાં રૂા. ૧૨થી ૧૮ હતા એ અત્યારે દોઢથી બે ગણા વધારી દેવામાં આવ્યા છે. જેમાં તેઓ પેટ્રોલ- ડીઝલના ભાવવધારાનું બહાનું આગળ ધર્યું છે. દિવાળી – નૂતન વર્ષ બાદ સાસણ, જૂનાગઢ, સોમનાથ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. તાજેતરમાં સાસણ- તાલાલા, આસપાસ આવેલા ગેરકાયદે ફાર્મ હાઉસ, હોટલને તંત્રએ સીલ કરી દીધા છે. એમાંના ઘણામાં એડવાન્સ બુકીંગ પણ થઈ ગયું હતું ત્યારે હવે જે કાયદેસર હોટલ, ફાર્મ હાઉસ છે તેના અત્યારથી વધુ ભાવ બોલાવા લાગ્યા છે. આથી સાસણ પંથકમાં આવતા પ્રવાસીઓ પાસેથી વધુ પૈસા ન પડાવવામાં આવે તે બાબતે પણ તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

Related posts

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન વચ્ચે આ ત્રીજો રસ્તો છે ખુલ્લો, આ રીતે બનાવી શકશે સરકાર

Mayur

મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન, 1980માં બહુમતી હોવા છતા આ કદાવર નેતાએ ગુમાવવી પડી હતી ખુરશી

Mayur

અમદાવાદના યુવકને OLX પર ipad વેચવું પડ્યું ભારે, જમા થવાના બદલે 10,000 રૂપિયા કપાઈ ગયા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!