GSTV
Trending Videos Viral Videos

ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો

જો તમે ભયાનક પ્રાણીઓ જોવા માંગતા હોવ તો જંગલ સફારીથી સારો વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં. પરંતુ ક્યારેક તેનો અનુભવ કેટલાક લોકો માટે ડરામણો પણ સાબિત થાય છે. હવે જરા જુઓ આ વાઘનો વાયરલ વીડિયો (Tiger Viral Video). પ્રવાસીઓ વાઘને નજીકથી જોવા ગયા હતા, પરંતુ તેમને કેવી રીતે ખબર હતી કે વાઘ તેમના નાકની નજીક પહોંચી જશે. આ પછી શું થાય છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો.

વાઘ

કેટલાક લોકો જંગલ સફારીનો આનંદ માણવા નીકળી પડે છે કે એકવાર વાઘ દેખાઈ જશે. પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું કે પ્રવાસીઓની ચીસો નીકળી ગઈ. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ખુલ્લી જીપમાં જંગલ સફારીની મજા માણી રહ્યા હતા ત્યારે એક વાઘ અચાનક વાહનની એકદમ નજીક આવી જાય છે. આ પછી પ્રવાસીઓની શું હાલત થશે એ પણ ન પૂછો. આગળ શું થાય છે, તમે વીડિયોમાં જાતે જોઈ શકો છો. રૂવાટા ઉગાડતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildtrails.in નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને મોટાભાગના યુઝર્સ ચોંકી ગયા છે. કેટલાકે ચીસો પણ પાડી.

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે એવું લાગે છે કે બધા સુસાઈડ મિશન પર હતા. બીજી તરફ, અન્ય યુઝર કહે છે કે, એવું લાગી રહ્યું છે કે જાણે પ્રવાસીઓનો થોડા સમય માટે ઉત્સાહ ઊડી ગયો છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, આ વાઘ કેટલો મોટો અને ભયાનક લાગે છે. એકંદરે, જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયો.

READ ALSO

Related posts

Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ

Siddhi Sheth

નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ

Hina Vaja

રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર

Siddhi Sheth
GSTV