GSTV
Life Relationship

દોરા જેવી પાતળી બિકીની પહેરીને બીચ પર ફરવું આ યુવતીને ભારે પડ્યું, લોકોએ ફોટા પાડીને….

કેટલીક વાર બીચ પર ફરતી વખતે લોકો એવા કપજા પહેરે છે જેના કારણે તે કાં તો હાંસીને પાત્ર બને છે કે પછી લોકો તેને એકટસે જોઇ રહે છે. આવું જ કંઇક ફિલિપિન્સના બોરાકે આઇલેન્ડમાં જોવા મળ્યું. અહીં એક મહિલા ટૂરિસ્ટે બીચ પર ફરતી વખતે ફક્ત એક પાતળા દોરા જેવી દેખાતી બિકીની પહેરી હતી.

જેવી આ મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તો પોલીસે તે મહિલાની ધરપકડ કરી લીધી અને તેને દંડ ફટકાર્યો. સ્થાનિક લોકોએ ટુરિસ્ટના ફોટો પાડીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધાં. તે બાદ પોલીસે 26 વર્ષીય લિન જૂ તિંગ પર કાર્યવાહી કરી. લિન તાઇવાનની રહેવાસી છે.

એક અહેવાલ અનુસાર લિન બિકીની પહેરીને બે વાર પુકા બીચ પર ગઇ હતી. જો કે તે જાણવા નથી મળ્યુ કે મહિલા વિરુદ્ધ કયા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. એવું શક્ય છે કે તાઇવાનના અશ્લીલતા સંબંધિત કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી હોય.

પોલીસે લિનની ધરપકડ કર્યા બાદ કહ્યું કે તે જ્યાં સુધી 3400 રૂપિયા દંડ તરીકે ન ચુકવે ત્યાં સુધી તેને છોડવામાં નહી આવે. લિમ પોતાના બૉયફ્રેન્ડ સાથે ફિલિપિન્સ ફરવા આવી હતી.

સ્થાનિક પોલીસ પ્રમુખ જેસ બેલૉને કહ્યું- મહિલાના કપડાના કારણે બુધવાર અને ગુરુવારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ટુરિસ્ટોએ ફોટા પાડ્યા. તે ફક્ત પાતળા દોરા જેવી હતી. અમારા કંઝર્વેટિવ કલ્ચરમાં આ અસ્વીકાર્ય છે.

Read Also

Related posts

ભારતના 6 સૌથી સુંદર ગામો, જેને જોઈને તમને વસવાટ કરવાનું મન થશે, તેમને જોવા માટે દુનિયાભરમાંથી આવે છે લોકો

Hina Vaja

PHOTO / પાટણના પટોળા બાદ હવે ઢીંગલી વર્કની પણ ડિમાન્ડ વધી, દેશમાં ગુજરાત અને યુપીમાં જ થાય છે આ વર્ક

Kaushal Pancholi

તેલ વગર બનાવો ટેસ્ટી વેજીટેબલ પુલાવ, ચરબી વધવાની ચિંતા પણ થશે દૂર, મિનિટોમાં સરળતાથી કરો તૈયાર

Hina Vaja
GSTV