GSTV
Home » News » કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓની મઝામાં વધારો, મુખ્યપ્રધાને એ વસ્તુનું ઉદ્ધાટન કર્યું જે દુનિયાભરમાં લોકપ્રિય છે

કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓની મઝામાં વધારો, મુખ્યપ્રધાને એ વસ્તુનું ઉદ્ધાટન કર્યું જે દુનિયાભરમાં લોકપ્રિય છે

કેવડિયામાં પ્રવાસન આકર્ષણમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્મદા નદીમાં વોટર એડવેન્ચર એક્ટીવીટી રૂપે રિવર રાફ્ટિંગનો પ્રારંભ કરાવ્યો. વિશ્વભરમાં સાહસ પ્રવાસનમાં રીવર રાફ્ટિંગ ખૂબ લોકપ્રિય છે.

દિવાળી સુધીમાં અનેક એક્ટીવીટી સાથે કેવડિયાને પ્રવાસન ક્ષેત્રમાં બનાવવાનું લક્ષ્ય છે. સીએમ રૂપાણીએ કહ્યું કે પ્રવાસીઓ દિવાળી કેવડીયામાં ઉજવે અને પ્રકૃતિ તથા સાહસિક પ્રવાસનનો આનંદ માણી શકે તેવી સુવિધાઓ સાથે પહેલી સપ્ટેમ્બરથી રીવર રાફટિંગ લોકો માટે કાર્યરત થઈ જશે.

નર્મદામાં રીવર રાફ્ટિંગ માટે ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદ લેવાઈ છે. અહીં બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહેશે. તેથી એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠ શીખશે.

તો પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાને જોવાની મજા માણી શકશે.. કેક્ટસ ગાર્ડનમાં મનમોહક કેક્ટસ જોવા મળશે. કાયમ માટે અદભુત રાત્રી પ્રકાશ વ્યવસ્થા કરાશે.

Read Also

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!