GSTV
Home » News » હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળો પર બરફવર્ષાને કારણે પ્રવાસીઓ રોમાંચિત

હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળો પર બરફવર્ષાને કારણે પ્રવાસીઓ રોમાંચિત

હિમાચલ પ્રદેશમાં સીઝનની પહેલી બરફવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. બરફવર્ષાને કારણે પ્રવાસીઓ રોહતાંગ પાસ, સોલાંગ વેલી તેમજ મનાલી સહિતના પર્યટન સ્થળોએ ફસાયા હતા. ઉંચા પર્વતીય વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ તેમજ બરફવર્ષાને કારણે રાજ્યમાં શીતલહેર વધુ તીવ્ર બની છે. જો કે સિમલા, કુલ્લુ-મનાલી ફરવા આવેલા પ્રવાસીઓ બરફવર્ષા થવાથી રોમાંચિત થઇ ઉઠ્યા હતા. પ્રવાસીઓએ મનભરીને બરફવર્ષાનો આનંદ માણ્યો હતો.

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને હિમપાતને કારણે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડી જતા શીતલહેર વધુ તીવ્ર બની છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર વરસાદને કારણે અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. લાહુલ-સ્પીતી ખીણને કુલુ સાથે જોડનાર રોહતાંગ પાસમાં એક ફૂટ બરફવર્ષાથી વાહનવ્યવહાર બંધ થયો હતો.

બીજી તરફ હિમાચલના સૌથી ફેવરીટ ટુરીસ્ટ સ્પોટ મનાલીમાં ફરી એક વખત બરફવર્ષા શરૂ થઇ. સોલાંગ વેલી, રોહતાંગ પાસ તેમજ આસપાસના વિસ્તારોમાં બરફવર્ષાને કારણે પ્રવાસીઓ ભારે રોમાંચિત થઇ ઉઠ્યા. બરફવર્ષાને કારણે સમગ્ર વિસ્તારમાં જાણે કે બરફની ચાદર છવાઇ ગઇ. કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓએ એકબીજા પર બરફ ઉછાળી મજા માણી. પર્યટકો પૈકી કેટલાક લોકો પહેલી વખત હિમાચલ ફરવા આવ્યા હતા. તેમાં પણ બરફવર્ષા થતાં તેમનો આનંદ બેવડાયો હતો. પર્યટકોએ બરફવર્ષાને જીંદગીનો સૌથી યાદગાર અનુભવ ગણાવ્યો.

બીજી તરફ ધર્મશાળામાં પર બરફવર્ષાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે કે કિન્નૌર જિલ્લાના હિલ સ્ટેશન કલ્પા, ચિતકુલ તેમજ લાહોલ અને સ્પીતીમાં પણ સીઝનની સૌથી વધુ બરફવર્ષા થઇ. ત્યારે આગામી દિવસોમાં બરફવર્ષાનો આનંદ માણવા મોટા પાયે પ્રવાસીઓ હિમાચલ ઉમટી પડે તેવી ધારણા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાને ભારતને આપી માહિતી, થઈ શકે છે મોટો આતંકી હુમલો

Mayur

અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદની શરૂઆત

Mayur

ભારત પાકિસ્તાન મેચને લઈ સમગ્ર ભારતમાં ક્રિકેટ ફિવર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!