GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

મોદી સરકાર માટે પ્રવાસન ઉદ્યોગને લઈ ખુશખબર, ટોપ 25 દેશનો છોડ્યા પાછળ

ભારતમાં ટુરિઝમ માટે એક ખુશખબર સામે આવી છે. વિદેશીઓની ભારતમાં રુચિ ધીમેધીમે વધી રહી છે જેથી દેશના પર્યટન ક્ષેત્રમાં સતત સુધારો થઇ રહ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના તાજેતરના રિપોર્ટમાં ભારતની 4 વર્ષની રેન્કિંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. 2015માં આ ઇન્ડેક્સમાં ભારત 52મા સ્થાને હતો જે 2019માં 34મા સ્થાને પહોંચી ગયું છે. ભારતે રેન્કિંગમાં ટૉપ 25 દેશોને પાછળ છોડી દીધાં છે. રેન્કિંગ સાથે જ ભારતના સ્કોરમાં વધારો થયો છે.

2015માં ભારતનો સ્કોર 4.0 હતો જે 2019માં વધીને 4.4 થઇ ગયો છે. આંકડાઓ અનુસાર ભારતમાં સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સુરક્ષા, ટુરિસ્ટ સર્વિસીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર આવ્યો છે જેનો ફાયદો રેકિંગમાં મળ્યો છે. ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સંસાધન પણ વિદેશીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યાં છે.

આ ઇન્ડેક્સમાં કુલ 140 દેશોમાં સામેલ કરવામાં આવ્યાં છે. ડબલ્યુઇએફના આ ઇન્ડેક્સમાં સ્પેન ટૉપ પર છે. ફ્રાંસ, જર્મની, જાપાન, અમેરિકા,યુકે, ઓસ્ટ્રેલિયા, ઇટલી, કેનેડા અને સ્વિત્ઝરલેન્ડ ટૉપ 10માં સામેલ છે. મહત્વની વાત એ છે કે સ્પેન વર્ષ 2015થી અત્યાર સુધી ટૉપ પર જ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો આ રિપોર્ટ દર 2 વર્ષે એકવાર જારી કરવામા આવે છે.

સાઉથ એશિયાના અન્ય દેશોના મુકાબલે ભારતે પોતાના વેપાર અને પર્યટન ક્ષેત્રમાં જબરદસ્ત કામ કર્યુ છે. એશિયાના અન્ય દેશોના મુકાબલે ભારતમાં ઓછા ખર્ચે સારા સ્થળો વિદેશીઓને પોતાની તરફ આકર્ષી રહ્યાં છે. વર્લ્ડ બેન્ક અનુસાર 2017માં આશરે 1.5 કરોડ વિદેશી ભારત ફરવા આવ્યાં હતા. ભારતની ટૂરિસ્ટ ઇન્ડસ્ટ્રીમાં 2.8 કરોડ લોકો કામ કરે છે જે 3.6 ટકા જીડીપીનું યોગદાન કરે છે.

Read Also

Related posts

બે મહિનાના વિરામ બાદ વડોદરા એરપોર્ટ પર ફરી ધમધમાટ: દિલ્હી, મુંબઇ અને બેંગાલુરુની ફ્લાઇટનો પ્રારંભ

Bansari

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!