GSTV
Cricket Sports Trending

વિદેશ પ્રવાસમાં ભારતીય ક્રિકેટરોનો પરિવાર BCCI માટે બન્યો માથાનો દુખાવો, ઉભી થઇ આ મુશ્કેલીઓ

વિદેશ પ્રવાસ પર પત્ની, બાળકો અને પરિવાર સાથે જતા ભારતીય ક્રિકેટરોને લઇને બીસીસીઆઇ સામે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખેલાડીઓની સાથે તેમના પરિવાર માટે લાંબા વિદેશી પ્રવાસો પર 2 અઠવાડિયા સુધી રહેવાની પરવાનગી છે, પરંતુ BCCI માટે તેને સંભાળવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, બીસીસીઆઇને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પરિવારના સભ્યોની અવર-જવર (પરિવહન) માટે ખૂબ મુશ્કેલી ઊભી થઇ હતી.

જે લોકોની સંખ્યા 40 સુધી હતી. બોર્ડ દ્વારા 2 બસોને ભાડે લેવામાં આવી હતી. પરંતુ આટલા બધા લોકોની સંભાળ રાખવામાં મુશ્કેલી થઇ હતી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વિદેશી પ્રવાસ પર પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે રાખવાની પરવાનગી આપવા માટે કહ્યું હતુ. તે બાદ બીસીસીઆઇએ પત્નીઓને પોતાના પતિ ક્રિકેટર સાથે ટૂરની શરૂઆતના 10 દિવસ સુધી રહેવાની પરવાનગી આપી હતી. બોર્ડે તે સાથે જ ફેમીલી પિરીયડનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં નિશ્વિત સમય વચ્ચે પરિવારને ખેલાડીઓને મળવાની અપવાનગી આપવામાં આવી હોત જે દર પ્રવાસ કરતાં અલગ હતો.

ઉલ્લેખનિય છે કે બીસીસીઆઇ માટે પરિવારોની મુલાકાત વધુ ખર્ચાળ નથી. કારણ કે ક્રિકેટરો પોતાના પરિવારના બિલ પોતે ચૂકવે છે. પરંતુ પરિવહન અને તેમના પરિવારના લગેજનું ટ્રાવેલિંગ બોર્ડ માટે પડકારરૂપ બની રહ્યું છે. જો કે આ મામલો પૈસાનો નથી.

Read Also

Related posts

SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ

Damini Patel

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

Binas Saiyed
GSTV