GSTV

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

અનલોક-4 બાદ હવે સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુક્યાં છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, કર્ણાટકા, દાર્જિલિંગ, રાજસ્થાન જેવી જગ્યાઓ ખુલી મુકાઈ છે. ફરવા માટે હોટ સ્પોટ ગણાતું ગોવા પણ હવે કોવિડ ટેસ્ટ વિના ટ્રાવેલર્સને એન્ટ્રી આપી રહ્યું છે. જ્યારે ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં દુબઈની માંગ વધી છે.

ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે, પરંતુ આ કોરોના વાયરસના કારણે મોટાભાગના લોકો ફરવા જવાનું ટાળી રહ્યાં છે. જો કે હવે અનલોકમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે, ત્યારે લોકો પણ હવે ફરવા માટે બુકિંગ કરાવી રહ્યા છે. જેના કારણે ટુરિઝમની આવક શરૂ થઈ છે. કોરોનાને લીધે સૌથી વધારે અસર કોઈ બિઝનેસ પર પડી હોય તો એ છે ટુરિઝમ વિભાગ. લોકો જ્યારે હવે ફરવા માટે બુકિંગ કરાવી રહ્યા છે તો ટ્રાવેલ્સ દ્વારા કેટલાક પેકેજમાં ઘટાડો કરાયો છે.

ક્યાં રાજ્યમાં જવા લોકો પસંદ કરી રહ્યા છે

  • હિમાચલ પ્રદેશ માં કુલું મનાલી, શિમલા ધર્મશાળા – ૨૫૦૦૦ જગ્યા ૨૧૦૦૦
  • ગોવા- ૧૪૦૦૦ ની જગ્યા ૧૦૦૦૦
  • મશુરી- ૨૨૦૦૦ ની જગ્યા ૧૭૦૦૦
  • હરિદ્વાર ઋષિકેશ ૧૬૦૦૦ ની જગ્યા ૧૦૦૦૦
  • કેરલા- ૪૦૦૦૦ ની જગ્યા ૨૮૦૦૦
  • અયોધ્યા – ૧૫૦૦૦ ની જગ્યા ૧૨૦૦૦
  • જ્યારે ઇન્ટરનેશનલ માં દુબઈ ની માંગ વધી રહી છે
  • દુબઈ ૬૦૦૦૦ ની જગ્યા ૪૮૦૦૦

ટુર ઓપરેટર દ્વારા જે તે સ્થળ પર જવા લોકોને કનશેસન આપવામાં આવે છે. સાથે જ જો કોઈ ગ્રાહક કોઈ પણ રાજ્યનું બુકિંગ કરાવ્યું હોય અને ત્યાં કોરોના કેસ વધી જાય તો ટુર ઓપરેટર 100 ટકા રિફંડ પણ આપશે. જેને લઈને પણ લોકો નિશ્ચિત થઈને હવે બુકિંગ કરાવી રહ્યા છે. કોરોનાને કારણે ટૂર ટ્રાવેલ્સના વ્યવસાયમાં કરોડોનું નુકસાન થયું છે, પરંતુ હવે લોકો બહાર જવાનું પસંદ કરી રહ્યાં છે ત્યારે ટુરિઝમ વિભાગ ફરી ફુલશે ફાલશે તેવી આશા સેવાઈ રહી છે.

READ ALSO

Related posts

સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી, બફર સ્ટોકમાં વધી છે હવે ફક્ત 25 હજાર ટન ડુંગળી

Pravin Makwana

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva

WhatsApp યુઝર્સ માટે મોટી ખબરઃ હવે ફ્રીમાં નહીં હોય આ સર્વિસ, ચૂકવવો પડશે ચાર્જ

Karan
Do NOT follow this link or you will be banned from the site!