GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

JIO માટે સુવર્ણ તો વોડાફોન-IDEAના ખસ્તાહાલ, સરકાર પાસે કરી રાહતની માગ

દિગ્ગ્જ ટેલિકોમ કંપની વોડાફોન માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે. કંપનીને બચાવવા માટે વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલા તેમજ અન્ય ઉચ્ચ એક્ઝિક્યુટિવ્સે ગયા અઠવાડિયે સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

બિરલાએ સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરતા જણાવ્યું હતું કે અમને રાહત આપવામાં નહીં આવે તો તેમનાં કારોબાર સામે પડકાર ઉભો થઇ શકે છે તેમજ ટેલિકોમ બિઝનેસમાં મોનોપોલી સ્થિતિ પેદા થઇ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર બિરલાએ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સાથે મુલાકાત કરી હતી.

કેન્દ્ર સરકારે રચેલ સચિવ પેનલની આગેવાની રાજીવ ગૌબા કરી રહ્યા છે. આ પેનલ ટેલિકોમ ઉદ્યોગની સ્થિતિ સુધારવા અંગે કામ કરી રહી છે. હાલમાં રિલાયન્સ જીયો સિવાય અન્ય કોઈ કંપની નફો કરી રહી નથી. ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર હાલ રૂ.7 લાખ કરોડનું દેવું છે.

ઉલ્લેખનીય છે કે વોડાફોન આઇડિયા અને એરટેલને તાજેતરમાં સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ અને લાઇસન્સ ફી અંગેના ચુકાદાથી સૌથી વધારે ફટકો પડ્યો છે. આ કંપનીઓએ પેનલ્ટી, વ્યાજ અને ફી સહિત લગભગ રૂ.81,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડશે. બીજી તરફ બ્રિટન સ્થિત વોડાફોનના ચેરમેન રીડે માંગ કરી હતી સરકારે બાકી લેણાં ચૂકવવામાં રાહત આપવી જોઈએ જેથી ભારતમાં તેનો બિઝનેસ થઇ શકે. તેઓએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ફેંસલાને કારણે અમારા પર ઘણો બોજ આવી ગયો છે.

Read Also

Related posts

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલો આ પાઇલટ પ્રોજેક્ટ થયો સફળ, કરદાતાની મુશ્કેલી ટળી

Nilesh Jethva

અમદાવાદના પૂર્વમાં હત્યાનો સિલસિલો યથાવત, ભાઈપુરા વોર્ડમાં યુવકની બરહેમીથી હત્યા

Nilesh Jethva

આસામ બટાલિયનમાં ફરજ બજાવતા સૈનિકનો પાર્થિવ દેહ પહોંચ્યો અમદાવાદ એરપોર્ટ, પ્રદીપસિંહ જાડેજાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!