લોકસભા ચુંટણીના પરિણામોમાં વિપક્ષના મોટો નેતા મોદીના વાવાઝોડામાં ઉડી ગયા. કેટલાંક ઉમેદવારો 5 લાખથી વધુ મતોના અંતરથી પ્રચંડ જીત હાંસલ કરી પરંતુ એક ઉમેદવાર એવો પણ છે કે જેણે માત્ર 181 વોટો સાથે જીત મળી છે. ઉત્તર પ્રદેશમાં માછલી સીટ પર ભાજપના ઉમેદવાર ભોલાનાથ માટે પરિણામોનો દિવસ ખુબ જ રહસ્યમય રહ્યો હતો કારણ કે દરેક વખતે હાર-જીતનું અંતર બદલી રહ્યું હતું. છેલ્લે તેઓએ ખુબ જ નાના અંતરે પોતાની જીત મેળવી.

ભાજપના ભોલાનાથને આ સીટ પર 488397 વોટ મેળવ્યાં અને તેમનો વોટ શેર 47.19 રહ્યો અને બીજી બાજુ બસપાના ઉમેદવાર ત્રિભુવનને 47.17 ટકા વોટ હાંસલ કર્યા પરંતુ તેમના વોટોની સંખ્યા ભાજપથી 181 ઓછી રહી. છેલ્લે બસપા ઉમેદવારના ખાતામાં 488216 વોટ આવ્યા અને તેમને ચૂંટણીમાં સૌથી ઓછા અંતરથી હાર મળી. 2014ની ચુંટણીમાં આ સીટ પર ભાજપના રામ ચરિત્ર નિષાદે 1.72 લાખથી વધુ વોટોથી જીત હાંસલ કરી.

આવી જ રીતે અંદમાન-નિકોબાર સીટ પર કોંગ્રેસના કુલદીપ રાય શર્માએ ભાજપને વિશાલ જોલીને માત્ર 1407 વોટોથી હાર આપી. બીજી તરફ લક્ષદીપમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના મોહમ્મદ ફૈજલે માત્ર 823 મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા. ઝારખંડની ખૂંટીમાં ભાજપના અર્જુન મુંડાએ કોંગ્રેસના કાલીકરણ મુંડાને માત્ર 1445 વોટોથી હરાવ્યા.

આવી રીતે પશ્ચિમ બંગાળની આરામબાગ સીટ પર ટીએમસીના અફરીન અલીને ભાજપના તપન કુમાર રોય પર માત્ર 1142 મતોથી જીત મળી હતી. બીહારના જહાનાબાદમાં પણ જબરદસ્ત જંગ જોવા મળી હતી જ્યાં જેડીયૂના ચંદેશ્વર પ્રસાદે આરજેડીના સુરેન્દ્ર પ્રસાદને 1751 વોટોથી ચુંટણી હરાવી દીધી હતી. હરીયણાના રોહતકમાં પણ ભાજપના અરવિંદ શર્માએ કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા પર 7503 વોટથી જીત્યા હતા.
READ ALSO
- સરકારી અધિકારી વિરુદ્ધ CBIએ દાખલ કરી ફરીયાદ! ITના ત્રણ કર્મચારીઓએ રૃ. ૧.૩૯ કરોડના ટીડીએસ રિફન્ડની રકમ કરી ગયા ચાંઉ
- બાળકે રડતા-રડતા પપ્પાને કરી મમ્મીની ફરિયાદ, છોકરાના મોટા-મોટા આંસુ જોઈ બધા ચોંકી ગયા
- Maharashtra Political Crisis પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવમી, આમને- સામને હશે હરિશ સાલ્વે અને અભિષેક મનુ સંઘવી!
- ભારે પવન અને વીજ કડાકા સાથે અમદાવાદમાં વરસ્યો વરસાદ, અનેક સ્થળે સાઈનબોર્ડ બેનરો પડયા! ૮૦થી વધુ વૃક્ષો ધરાશાયી
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો