GSTV

સંકટ સમયનું બ્રહ્માસ્ત્ર: શું આપને ખબર છે RBI પાસે કેટલુ સોનું રિઝર્વ પડેલુ છે, મોદી સરકાર આવ્યા પછી આ સોનાની આજે આવી છે હાલત

Last Updated on July 29, 2021 by Pravin Makwana

છેલ્લા 20 વર્ષોમાં ભારતીય રિઝર્વ બેંકની પાસે કુલ ગોલ્ડ રિઝર્વ 12 ગણુ વધ્યુ છે. નાણામંત્રાલયે રાજ્ય સભામાં આ અંગેની જાણકારી આપી છે. કેન્દ્ર સરાકર ફોરેન એક્સચેંજ રિઝર્વ તરીકે ગોલ્ડ રિઝર્વ રાખી છે. ગોલ્ડ રિઝર્વની દેખરેખ અને જાળવણીની જવાબદારી આરબીઆઈની હોય છે. સંકટની સ્થિતીમાં સેફ્ટી અને લિક્વિડિટીના હિસાબે આરબીઆઈ ગોલ્ડ રિઝર્વ રાખે છે. ફક્ત પાંચ દેશો જ એવા છે, જ્યાં ભારત કરતા વધારે ગોલ્ડ રિઝર્વ છે.

રાજ્યસભામાં સરકારને ગોલ્ડ રિઝર્વને લઈને કેટલાય સવાલો પૂછાયા હતા. જેની જાણકારી નાણામંત્રાલય તરફથી આપવામાં આવી હતી. સાંસદ અનિલ દેસાઈએ નાણા મંત્રાલયને પૂછ્યુ હતું કે, શું કોઈ ઈમરજન્સી સ્થિતી માટે આરબીઆઈએ ગોલ્ડ રીઝર્વ રાખ્યુ છે ? જો આવુ છે તો, વર્ષ 2001થી 2014 અને 2014થી 2020 દરમિયાન આરબીઆઈ પાસે કેટલુ ગોલ્ડ છે ? શું દેશમાં આ સમય દરમિયાન ક્યારેય એવી સ્થિતી આવી છે કે, સોનું ગિરવી રાખીને લોન લેવી પડી હોય ?

ગોલ્ડ

30 વર્ષ પહેલા આરબીઆઈએ સોનું ગિરવી રાખીને લોન લીધી હતી

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ફોરેન એક્સચેંજ રિઝર્વ તરીકે આરબીઆઈ ગોલ્ડ રિઝર્વ રાખે છે. તેનાથી સેફ્ટી અને લિક્વિડિટી પણ મળે છે. ગોલ્ડ રિઝર્વ માટે તેનાથી મળતા રિટર્નનો પણ વિચાર કરવો જોઈએ. તેમણે એવુ પણ જણાવ્યુ હતું કે, જૂલાઈ 1991માં આરબીઆઈએ બેંક ઓફ જાપાન અને બેંક ઓફ ઈંગ્લેડની પાસે 46.91 ટન સોનું ગિરવી રાખીને 405 મિલિયન ડોલરની લોન લીધી હતી. સપ્ટેમ્બરથી નવેમ્બર 1991ની વચ્ચે આ લોન રિપેમેંટ પણ કરી દેવામાં આવી હતી.

સ્કીમ

આરબીઆઈ પાસે કેટલુ સોનું છે

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારીનો હવાલો આપતા પંકજ ચૌધરીએ જણાવ્યુ હતું કે, 200-2001માં કુલ ગોલ્ડ રિઝર્વે 2725 મિલિયન ડોલર હતું. જે 2013-14માં વધીને 21,567 મિલિયન ડોલર થઈ ગયુ છે. 2014-1થી લઈને 2019-20 સુધી કુલ ગોલ્ડ રિઝર્વ 33,880 મિલિયન ડોલર પર પહોંચ્યુ છે. આ પ્રકારે 20 વર્ષમાં ભારતનું ગોલ્ડ રિઝર્વ 12 ગણુ વધ્યુ છે.

ગોલ્ડ

અન્ય દેશોમાં પણ વધી રહ્યુ છે ગોલ્ડ રિઝર્વ


આપને જણાવી દઈએ કે, ભારત ઉપરાંત અન્ય કેટલાય દેશો છે, જેમનું ગોલ્ડ રિઝર્વ વધી રહ્યુ છે. હકીકતમાં જોઈએ તો, મોટા ભાગના વિકાસશીલ દેશો પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યા છે. જેથી અમેરિકી ડોલરના કારણે આવી પડેલા જોખમને ઓછુ કરી શકાય. પણ ભારત દ્વારા વધું વધુ ગોલ્ડ રિઝર્વ રાખવાની એક મર્યાદા નક્કી કરેલી છે.

સૌથી વધારે ગોલ્ડ રિઝર્વ રાખવાની બાબતમાં ભારતથી આગળ અમેરિકા, જર્મની, ફ્રાંસ અને સ્વિટ્ઝરલેન્ડ છે. આ દેશો ઉપરાંત ચીન પાસે ભારતથી વધારે ગોલ્ડ રિઝર્વ છે.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!