‘ટોટલ ધમાલ’નુ બીજુ ગીત ‘મુંગડા’ રીલીઝ, સોનાક્ષીને જોઇને આવી જશે હેલનની યાદ

બૉલીવુડ અભિનેતા અજય દેવગણની ફિલ્મ ટોટલ ધમાલનુ બીજુ ગીત મુંગડા તાજેતરમાં રીલીઝ થયુ છે. આ ગીતમાં સોનાક્ષી સિન્હા આઇટમ નંબર કરતી જોવા મળી રહી છે. આ ગીત હેલનનુ ગીત ‘મુંગડા’ રીમેક છે. 2 મિનિટ અને 8 સેકન્ડના આ ગીતની શરૂઆતમાં સોનાક્ષી હૉટનેસ દર્શાવી રહી છે. ગોલ્ડન કલરના ડ્રેસમાં સોનાક્ષી ખૂબ હૉટ દેખાઈ રહી છે.

ગીતમાં સોનાક્ષીની સાથે અજય દેવગણ પણ જોવા મળી રહ્યાં છે. આ ગીતને જ્યોતિકા તંગરી, શાન અને શુબ્રો ગાંગુલીએ અવાજ આપી છે. આ ગીત રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગયુ છે. અમૂક કલાક પહેલા રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધીમાં 36 હજાર વ્યૂઝ મળ્યા છે.

ફિલ્મની વાત કરીએ તો તેમાં અજય સિવાય અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અરશદ વારસી છે. આ ફિલ્મને ઈન્દ્ર કુમારે ડાયરેક્ટ કરી છે. આ ‘ધમાલ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા માધુરી દીક્ષિત અને અનિલ કપૂર 18 વર્ષ બાદ એકસાથે રૂપેરી પડદે સાથે જોવા મળશે. ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter