GSTV
Home » News » Total Dhamal Review: ‘ધમાલ’ની જુડવા બહેન લાગશે ‘ટોટલ ધમાલ’, ફિલ્મ જોતા પહેલાં વાંચી લો રિવ્યુ

Total Dhamal Review: ‘ધમાલ’ની જુડવા બહેન લાગશે ‘ટોટલ ધમાલ’, ફિલ્મ જોતા પહેલાં વાંચી લો રિવ્યુ

ફિલ્મ મેકર ઇન્દ્ર કુમારના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ટોટલ ધમાલ આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દિક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફરી જેવા સ્ટાર્સની કોમેડી જોવા માટે દર્શકો થિયેટર સુધી ખેંચાઇ આવ્યાં છે. પરંતુ કમી ફિલ્મની સ્ટોરીમાં છે. ફિલ્મની સ્ટોરીમાં તમને કંઇ નવુ નહી લાગે અને ચોરી થયેલા રૂપિયા શોધવા પાછળ આખી ફિલ્મ પૂરી થઇ જશે.

સ્ટોરી

પોલીસ કમિશનર બનેલા બોમન ઇરાનીના ચોરીના પૈસાને એક હોટલની બિલ્ડીંગમાંથી રાધે બ્રો (અજય દેવગણ) અને જૉની (સંજય મિશ્રા) ચોરી લે છે. તે પછી તે પૈ, ડ્રાઇવર બંટી (મનોજ પાહવા) લઇને ભાગી જાય છે અને કોઇ ઓમકાર ઝૂમાં સંતાડી દે છે. તે બાદ ડ્રાઇવરનું મોત હેલીકોપ્ટર સાથે એક્સિડન્ટમાં થાય છે પરંતુ તે મરતાં પહેલાં 50 કરોડ રૂપિયા ક્યાં છે તે જણાવી દે છે. તે પછી શરૂ થાય છે ભાગ-દોડ…જે ધમાલ ફિલ્મની સ્ટોરી જેવું જ લાગશે.

કેવી છે ફિલ્મ

પૈસા લઇને ચાલી રહેલી ભાગ-દોડમાં વચ્ચે વચ્ચે કોમિક સિચુએશનની ભરમાર છે પરંતુ ઘણીવાર લાગશે કે જૂની પંચલાઇન્સ રિપિટ કરવામાં આવી છે. જેમણે પણ ધમાલ સિરિઝ જોઇ છે તેમને લાગશે કે તેઓ પહેલાં જ આ સ્ટોરી વિશે જાણે છે.

ઇન્ટરવલનો ફર્સ્ટ્ હાફ કેરેક્ટર્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં જાય છે પરંતુ ક્યાંક ક્યાંક તમને માધુરી-અનિલની ખટપટ પસંદ આવશે. જો કે તમે સ્પેશિયલ અપિયરન્સમાં સોનાક્ષી સિન્હાનું સૉન્ગ અને જેકી શ્રોફના અવાજને એન્જોય કરી શકો છો. ઇન્ટરવલ બાદના બીજા હિસ્સામાં અજય દેવગણની અન્ય કોમેડી ફિલ્મોની ઝલક આમા જોવા મળશે.

ફિલ્મમાં શું છે ખાસ

માધુરી દિક્ષિત, અનિલ કપૂરને એકસાથે જોવા માંગતા હોય અથવા અજય દેવગણની કોમેડી પસંદ હોય તો તમને આ ફિલ્મ પસંદ આવશે. પરંતુ ફરીથી ફિલ્મ જોવા માટે હિંમત જોઇશે.

Read Also

Related posts

પાકિસ્તાન ન જવાની સજા ભારતના મુસ્લિમો ભોગવી રહ્યા છે : આઝમ ખાન

Mayur

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

Mayur

બોયફ્રેન્ડને લઈ સોનાક્ષીએ કર્યો ખુલાસો, માતા-પિતાએ મૂકી શરત, હવે મળવો મુશ્કેલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!