GSTV
Home » News » લાખો કર્મચારીઓ અને નાની-મોટી 1400 કંપનીઓના 9700 કરોડ રૂપિયા અહીંયા ફસાયા

લાખો કર્મચારીઓ અને નાની-મોટી 1400 કંપનીઓના 9700 કરોડ રૂપિયા અહીંયા ફસાયા

IL & FS total debt

IL&FS જેવી આર્થિક તંગીનો સામનો કરી રહેલ કંપનીઓની સંખ્યા વધતી જાય છે. IL&FS કંપની પાસે જે કંપનીઓના લેણાં બાકી નીકળે છે તેઓએ નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં ફરિયાદ દાખલ કરેલ છે. તેના પરથી ખ્યાલ આવે કે આશરે 1,400 નાની-મોટી કંપનીઓના રૂપિયા IL&FSમાં ફસાયા છે. જેમાં લાખો કર્મચારીઓના પીએફ અને પેંશન ફંડના રૂપિયા પણ છે. મોટી સંખ્યામાં કંપનીઓએ તેમાં રોકાણ કર્યું હતું. IL&FS ફાઈનાન્સિયલ સર્વિસિસ (આઈ-ફિન)માં સૌથી વધુ 970 કંપનીઓએ રોકાણ કર્યું હતું. તેના બાદ કેટલાકે IL&FS ટ્રાંસપોર્ટેશન નેટવર્કસ અને એચઆરઈએલ (HREL)માં રોકાણ કર્યું હતું. આ કંપનીઓએ જે બોન્ડમાં ફંડના રૂપિયાનું રોકાણ કર્યું હતું તેઓને ગત વર્ષના સપ્ટેમ્બર સુધીમાં એએએ રેટિંગ મળ્યું હતું.

એનસીએલટી (NCLT)એ 8 એપ્રિલની સુનાવણીમાં કહ્યું હતું કે રૂપિયા પાછા આપવામાં પીપીએફ અને પેંશન ફંડોને પ્રાથમિકતા મળશે. આગામી સુનાવણી 16 એપ્રિલે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે દિવસે ટ્રિબ્યુનલ કેટલાક ફંડના રૂપિયા આપશે. જો કે ગત સુનાવણીમાં આઈએલએન્ડએફએસના વકીલે તેનો વિરોધ કર્યો હતો. તેમની દલીલ હતી કે તેનાથી ગ્રુપની કંપનીઓનું ઋણ સમાધાન મુશ્કેલ બની શકે છે.

ટ્રિબ્યુનલ 16 એપ્રિલે આ બાબતે કોઈપણ ચુકાદો આપી શકે છે. કંપની બાબતોના મંત્રાલયના જોઇન્ટ ડાયરેક્ટરે કહ્યું કે સરકાર ટ્રિબ્યુનલ તરફથી કોઈ કાર્યવાહીની ઇચ્છા રાખે છે. IL&FS ગ્રુપ પર 90 હજાર કરોડ રૂપિયાનું દેવું છે જ્યારે ફક્ત IL&FS પર 35,000 કરોડ રૂપિયાનું દેવું છે. IL&FS ફાઈનાન્સિયલ સર્વિસિસ પર 17,000 કરોડ રૂપિયાનું દેવું છે. IL&FSએ 4 સપ્ટેમ્બર 2018માં સિડબીના 1,000 કરોડ રૂપિયાની શોર્ટ ટર્મ લોન ડિફોલ્ટ કરવા પર તેની સમસ્યા સામે આવી. આ સિવાય IL&FS તેની 500 કરોડ રૂપિયાની સબ્સિડરી પણ ડિફોલ્ટ કરેલ છે.

READ ALSO

Related posts

હેર ડ્રાયર યુઝ કરતી વખતે રાખો આ તકેદારી, નહીંતર વાળને થશે નુકસાન

Bansari

25 વર્ષની યુવતીને હતા એટલા લોકો સાથે શારીરિક સંબંધો કે બહેનપણીના પિતાને પણ નહોતા છોડ્યા

Bansari

સારવાર કરાવી રહ્યો હતો યુવક, અચાનક જ નર્સને ગમે ત્યાં હાથ ફેરવવા લાગ્યો પછી…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!