કોરોના વાયરસથી વિશ્વના ઘણા દેશો સંકટમાં મુકાયા છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસના કેસ યુરોપ, અમેરિકા અને બ્રિટન જેવા ઘણા દેશોમાં ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાનો કહેર શરૂ થયો છે. આ વૈશ્વિક રોગચાળાની પકડમાં વિશ્વભરનાં 7 લાખથી વધુ લોકો છે, જ્યારે 33 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ ખતરનાક રોગચાળાથી 19 જાન્યુઆરી સુધીમાં 100 લોકો પ્રભાવિત થયા હતા, પરંતુ 29 માર્ચ સુધીમાં આ આંકડો 7 લાખને પાર કરી ગયો છે. વિશ્વમાં આ રોગચાળો કેટલી ઝડપથી વિકસી રહ્યો છે તેનો અંદાજ આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

સમગ્ર વિશ્વમાં જાન્યુઆરી 19 સુધીમાં જ્યાં કોરોનાના માત્ર 100 કેસ હતા, 24 જાન્યુઆરી સુધીમાં, તે આંકડો 1000 પર પહોંચી ગયો. આ પછી 31 જાન્યુઆરીએ દસ હજાર, 6 માર્ચે 1 લાખ, 18 માર્ચે 2 લાખ, 21 માર્ચે 3 લાખ, 24 માર્ચે 4 લાખ, 26 માર્ચે 5 લાખ, 28 માર્ચે 6 લાખ અને 29 માર્ચ સુધીમાં 7 લાખથી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અમેરિકામાં એક લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો
ઇટાલીમાં, કોરોના વાયરસથી મૃત્યુઆંક 10,000 ની ઉપર પહોંચી ગયો છે. ઇટાલિયન અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે લોકડાઉન લંબાવી શકે છે. તો આ તરફ અમેરિકામાં એક લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
ફ્રાન્સ અને સ્પેનમાં બે હજારથી વધુ લોકોના મોત
કોરોના વાયરસનાં ચેપને કારણે જે દેશોમાં અત્યાર સુધીમાં 2000થી વધારે લોકોનાં મોત થયા છે. તેમાં ફ્રાંસનો પણ સમાવેશ થયો છે. કોરોનાના પ્રકોપથી ફ્રાંસમાં અત્યાર સુધીમાં 2300થી વધારે લોકોનાં જીવ ગયા છે. જ્યારે સ્પેનમાં ઈટલી બાદ સૌથી વધારે મોત થયા છે. સ્પેનમાં 6 હજારથી વધારે લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.
કોરોનાના પહેલા દર્દીની થઈ ઓળખ
ચીનની 57 વર્ષીય મહિલાની ઓળખ વિશ્વના કોરોના વાયરસની પ્રથમ દર્દી તરીકે થઈ છે. જે ચીનના વુહાનમાં ઝીંગા વેચતા હતી. તેનું નામ વેઇ ગુજિયન છે અને તેને પેશન્ટ ઝીરો ગણવામાં આવે છે. પેશન્ટ ઝીરો એ દર્દીને કહેવામાં આવે છે, જેનામાં રોગના લક્ષણો પ્રથમ દેખાય છે. જો કે, હવે કોરોનાના પેશન્ટ ઝીરોમાં વાયરસની હાજરી ખતમ થઈ ગઈ છે.
READ ALSO
- તમારા રસોડામાં હાજર આ 4 મસાલા ડાયાબિટીસને કરી શકે છે કંટ્રોલ, આ રીતે કરો ઉપયોગ
- OMG : જાદુઈ રેતીને ગરમ કરવા પર બની જશે સોનુ! ઝવેરીએ 50 લાખના આભૂષણ આપી ખરીદી, જાણો પછી શું થયુ
- પ્રાણીપ્રેમ: પોતાની પાલતુ ભેંસને સિંહનો કોળિયો બનતી જોતા યુવક વિફર્યો, સિંહ સાથે બાધ ભીડી
- સુરત: પરાક્રમ દિવસે ધારાસભ્યનું પરાક્રમ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહેવાતા પોલીસ સાથે જ કરી બબાલ
- સૌથી ઝડપી પૈસા ડબલ કરવા કરો અહીં રોકાણ, ફક્ત ત્રણ મહિનામાં એફડીથી 5 ગણો વધારે મળે છે ફાયદો