GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

સુરતીઓની મહેક ઓર્ગન ડોનેશનમાં પણ મહેકી

હાલમાં મેડીકલ સાયન્સ એટલું આગળ વધી રહ્યું છે કે, ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાન થકી અન્ય વ્યક્તિને નવું જીવન આપી શકાય છે.  સુરત હવે ગુજરાતનું ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે ઉભરી રહ્યું છે.

ગુજરાતમાં 2017માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 180 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. જેમાંથી 91 એટલે કે અડધાથી પણ વધુ ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા.

ગત વર્ષે ગુજરાતમાં થયેલા 180 ઓર્ગન ડોનેશનમાંથી 91 સુરતના ઓર્ગન ડોનેશન મામલે અમદાવાદ હજુ ઘણું પાછળ છે. ગત વર્ષે અમદાવાદમાંથી 28 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હોવાનો ખુલાસો એક સંસ્થા ‘ડોનેટ લાઇફ’ દ્વારા કરવામાં આવ્યો છે. ગત વર્ષે ભાવનગરમાંથી 26 લોકોએ ઓર્ગન ડોનેટ કર્યું હતું. 2017ના વર્ષમાં થયેલી કુલ 106  કેડેવર કિડની ડોનેશનમાંથી ૫૨ સુરતમાંથી થઇ હતી. આ યાદીમાં17 કિડની ડોનેશન સાથે ભાવનગર બીજા અને અમદાવાદ 15 સાથે ત્રીજા સ્થાને છે. આવી જ રીતે 2017ના વર્ષમાં ગુજરાતમાં થયેલા 62 લિવર ડોનેશનમાંથી 28 સુરતમાંથી થયા હતા. ગત વર્ષે ગુજરાતમાંથી કુલ 10 લોકોએ હાર્ટ ડોનેટ કર્યું હતું અને તેમાંથી 9 સુરત અને 1 ભાવનગરના હાર્ટ ડોનરનો સમાવેશ થતો હતો.

ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર-અમદાવાદ દ્વારા 2017ના વર્ષમાં 170 કિડની, લિવર, સ્વાદપિંડુને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. જેમાંથી 82 ડોનર સુરતના હતા. ભારતમાં સરેરાશ 20 લાખ લોકો કિડની ફેઇલરથી પરેશાન છે. આ દર્દીઓને નવી કિડની માટે વર્ષોના વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડોનેટ લાઇ 236 કિડની, 95 લિવર, 6 સ્વાદપિંડુ, 16 હૃદય, 196 આંખના ડોનેશનમાં સંકળાયેલું છે

Related posts

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva

મહીસાગર જિલ્લાના આ ગામમાં લોકોને પાણી માટે મારવા પડે છે વલખા

Nilesh Jethva

વિશ્વમાં કોરોનાની સંખ્યા 68 લાખ 85 હજારને પાર, મૃત્યુઆંક 4 લાખ નજીક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!