GSTV

World Rich List: દેશમાં દર મહિને બન્યા ત્રણ નવા અબજોપતિ, મુકેશ અંબાણી એશિયા-ભારતમાં સૌથી અમીર

corona

ભારતમાં ૨૦૧૯માં દર મહિને ત્રણથી વધુ ડોલર બિલિયનર્સ ઉમેરાયા જેના કારણે દેશમાં ડોલર બિલિયનર્સની સંખ્યા વધીને ૧૩૮ થઇ ગઇ છે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. એટલે કે ૨૦૧૯મા દર મહિને જે લોકોની સંપત્તિ એક અબજ ડોલર કે તેથી વધારે છે તેવા લોકોની સંખ્યા ત્રણથી વધારે વધી અને એક અબજ ડોલર કે તેથી વધારે સંપત્તિ ધરાવતા લોકોની કુલ સંખ્યા ૧૩૮ થઇ ગઇ છે.

ચીન અને અમેરિકા પ્રથમ ક્રમે

ચીન ૭૯૯ અને અમેરિકા ૬૨૬ ડોલર બિલિયનર્સની સાથે પ્રથમ અને બીજા ક્રમાંકે છે. ૨૦૧૯માં ભારતમાં નવા ૩૮ ડોલર બિલિયનર્સ ઉમેરાયા હતાં. ભારતમાં ૬૭ અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ ક્રમે છે. દર કલાકે મુકેશ અંબાણીની સંપત્તિમાં સાત કરોડનો વધારો થઇ રહ્યો છે.

વિશ્વમાં કુલ 2817 લોકો પાસે એક અબજથી વધારેની સંપત્તિ

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ, ૨૦૨૦ના અનુસાર વિશ્વમાં કુલ ૨૮૧૭ લોકો એવા છે જેમની પાસે એક અબજ ડોલરથી વધારે સંપત્તિ છે. ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં ડોલર બિલિયનર્સની સંખ્યામાં ૪૮૦નો વધારો થયો છે. ચીનમાં દર સપ્તાહમાં ત્રણથી વધારે અને ભારતમાં દર મહિને ત્રણથી વધારે ડોલર બિલિયનર્સ ઉમેરાયા હતાં. ભારતના ૧૩૮ ડોલર બિલિયનર્સ પૈકી મુંબઇમાં ૫૦, નવી દિલ્હીમાં ૩૦, બેંગાલુરુમાં ૧૭ અને અમદાવાદમાં ૧૨ ડોલર બિલિયનર્સ છે.

મુકેશ અંબાણી 9માં ક્રમે

વૈશ્વિક યાદીમાં ૬૭ અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી ૯મા ક્રમે છે. આ યાદીમાં ૧૪૦ અબજ ડોલરની સંપત્તિ સાથે એમેઝોનના જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. ભારતની યાદીમાં ૬૭ અબજ ડોલર સાથે મુકેશ અંબાણી પછી ૨૭ અબજ ડોલર સાથે એસપી હિંદુજા પરિવાર, ૧૭ અબજ ડોલર સાથે ગૌતમ અદાણી ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે શિવ નાદાર અને પાંચમા ક્રમે લક્ષ્મી મિત્તલ છે.

Read Also

Related posts

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!