GSTV

ટોસિલિઝુમેબ/ ઉત્પાદક કંપનીનો ચોંકાવનારો ખુલાસો, આ ઈન્જેક્શનથી ઘાતક વાયરસના ઇલાજમાં નથી પડતો ફરક

Last Updated on August 21, 2020 by pratik shah

ઘાતક જીવલેણ વાયરસનાં દર્દીઓને બચાવવા માટે 35 હજાર રૂપિયાનું ઇંજેક્શન ‘ટોસિલિઝુમેબ‘ કારગર સાબીત થાય છે એવો બેફામ પ્રચાર કરીને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આ ઇંજેક્શનોનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી દર્દીઓ આ પ્રચારમાં લુંટાયા છે અને અનેક દર્દીઓના જીવ પણ ગયા છે ત્યારે હવે આ ઈન્જેેક્શન બનાવનાર સ્વિત્ઝરલેન્ડની કંપની ‘રોસ’એ એવી જાહેરાત કરી છે કે ‘ટોસિલિઝુમેબ’ ઇંજેક્શન કોરોનાની સારવારમાં અસરકારક નથી.

કોરોના

અત્યાર સુધી દર્દીઓ આ પ્રચારમાં લુંટાયા

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના દર્દીઓ પર આ ઇંજેક્શનનો ઉપયોગ થઇ રહ્યો છે. વડોદરામાં ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડો.શિતલ મિસ્ત્રી કહે છે કે ‘ગુજરાત અને વડોદરામાં ટોસિલિઝુમેબ ઇંજેક્શનનો કોવિડ-૧૯ની સારવારમાં ખૂબ ઉપયોગ થઇ રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં રીતસરની પરંપરા શરૃ થઇ ગઇ હોય તેમ કોવિડ-ન્યુમોનિયાના દરેક દર્દીને આ ઈન્જેક્શન પ્રીસ્ક્રાઇબ કરવામાં આવે છે જેના કારણે દર્દીને ભારે આર્થિક નુકસાન વેઠવુ પડે છે કેમ કે બજારમાં આ ઇંજેક્શનની કિંમત ૪૦ થી ૫૦ હજાર રૃપિયા છે. આટલા રૃપિયા ખર્ચવા છતાં ઈન્જેેક્શન બજારમાં મળતુ ન હતુ જેના કારણે કાળાબજાર પણ થતાં હતા અને ડુપ્લિકેટ ઈન્જેક્શનો બજારમાં આવ્યા હોવાના કિસ્સા પણ બન્યા હતા.

બજારમાં આ ઇંજેક્શનની કિંમત ૪૦ થી ૫૦ હજાર રૃપિયા

હવે આશ્ચર્યજનક અને આઘાતજનક સમાચાર એ આવ્યા છે કે ટોસિલિઝુમેબ ઇંજેક્શન બનાવનાર સ્વિત્ઝરલેન્ડની ‘રોસ’ફાર્માસ્યૂટિકલે પોતે જાહેરાત કરી છે કે ટોસિલિઝુમેબ ઇંજેક્શનની કોવિડના દર્દીઓ ઉપર થતી અસર માટે જે સંશોધન ચાલી રહ્યું હતુ તેના તમામ ટ્રાયલના પરિણામો નકારાત્મક આવ્યા છે મતલબ કે ટોસિલિઝુમેબ ઈન્જેેક્શન કોરોનાના દર્દીઓની સારવારમાં નિષ્ફળ નિવડયુ છે. આ ઈન્જેક્શનથી દર્દીની ન્યુમોનિયાની હાલતમાં કોઇ સુધારો થતો નથી અને આ ઇંજેક્શનથી કોરોનાના દર્દીનો જીવ બચાવી શકાય એવુ પણ સાબીત થયુ નથી. ‘રોસ’ ફાર્માસ્યૂટિકલે સ્પષ્ટ પણે

જાહેરાત કરી છે કે ટોસિલિઝુમેબ કોરોનાનો માન્ય ઇલાજ નથી.’

‘રોસ’ ફાર્માસ્યૂટિકલે ૧૪ દિવસ પહેલા જાહેરાત કરી દીધી હતી છતાં આરોગ્યતંત્રની બેદરકારીના કારણે ‘ટોસિલિઝુમેબ’નો બેફામ ઉપયોગ થતો રહ્યો છે. આરોગ્યતંત્ર તો હજુ ઊંઘી રહ્યું છે પણ ભારતમાં ટોસિલિઝુમેબનું માર્કેટિંગ કરતી ‘સિપ્લા’એ પત્ર લખીને હેલ્થકેર પ્રોફેશનલ્સને છેક બુધવારે જાણ કરી હતી.કોરોના નામની આ સદીની સૌથી ભયંકર વૈશ્વિક મહામારી દરમિયાન આખું વિશ્વ ખાસ કરીને ભારત સહિતના અનેક દેશોનું આરોગ્યતંત્ર ઊંઘતુ ઝડપાયુ હોય એવો ઘાટ સર્જાયો છે.

કોરોના

કોરોનાના ઇલાજ માટે દવા અને રસી શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાાનિકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ અન્ય રોગોમાં વપરાતી દવા અને ઈન્જેક્શનોના અખતરા કોરોના (કોવિડ-૧૯)ના ઇલાજમાં કરવામાંં આવી રહ્યા છે જેમાં ‘ટોસિલિઝુમેબ’ ઈન્જેક્શનનો પણ સમાવેશ થાય છે.

‘ટોસિલિઝુમેબ’ ઇંજેક્શન બનાવનાર સ્વિત્ઝરલેન્ડની ‘રોસ’ ફાર્માસ્યૂટિકલે ગત ૨૯ જુલાઇએ તેની વેબસાઇટ પર જાહેર કર્યુ કે ‘ટોસિલિઝુમેબ’ઈન્જેક્શન કોરોનાની સારવાર માટે નથી. તેમ છતાં પણ આજ સુધી ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય આ બાબતે અજાણ રહ્યું અને ‘ટોસિલિઝુમેબ’

ઈન્જેક્શનનો ઉપયોગ ચાલતો રહ્યો

‘ભારતમાં ટોસિલિઝુમેબનું માર્કેટિંગ કરતી કંપની ‘સિપ્લા’એ પણ તા.૧૨મી ઓગસ્ટ બુધવારે એટલે કે રોસ ફાર્માસ્યૂટિકલની જાહેરાતના ૧૪ દિવસ બાદ તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સને ઉદ્દેશીને પત્ર જાહેર કર્યો છે કે કોરોનાના દર્દીઓ માટે ટોસિલિઝુમેબ ઇંજેક્શનનો ઉપયોગ એક અખતરા તરીકે કરી શકાય નહી કે સચોટ ઇલાજ તરીકે. આ ઈન્જેક્શનનો ઉપયોગ ખૂબ વિવેકપૂર્ણ અને ન્યાયપૂર્ણ રીતે કરવો જોઇએ’

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!