GSTV

ટોસિલોઝુમેબ ઇન્જેક્શનની કિડની પર થતી અસરને લઈને સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના ડોક્ટરોએ આપ્યું મોટુ નિવેદન

કોરોના દર્દીઓને ગંભીર અસર થાય એ બાદ ટોસિલીઝૂમાબ ઇન્જેક્શન આપવામાં આવે છે. પણ સારી બાબત એ છે કે સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં એકપણ દર્દી એવા સામે નથી આવ્યા કે જેને ટોસિલોઝુમેબની અસર કિડની પર થઈ હોય.કોરોના કાળમાં ટોસિલોઝુમેબની ચર્ચા ઘણી થઈ, અનેક સર્વેમાં સામે આવ્યું કે ટોસિલોઝુમેબ ઇન્જેક્શનની આડ અસર થાય છે. આ ઈન્જેકશન કિડની પર અસર કરે છે. જો કે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 માસ દરમિયાન એક પણ દર્દી એવો નથી આવ્યો કે જેને આ ઇન્જેક્શનની આડ અસર થઈ હોય.

કોરોના કાળમાં ટોસિલોઝુમેબ ઇન્જેક્શન દર્દીની નાજુક સ્થિતિ હોઈ ત્યારે આપવામાં આવે છે પણ તેના લીધે ઘણા દર્દીને સાઈડ ઇફેક્ટ થઈ હોવાનું સામે આવ્યું છે. માર્ચ મહિનાથી કિડની વિભાગમાં દર મહિને 1500થી વધારે નવા દર્દીઓ આવે છે અને 15 હજાર જેટલા જુના કેસ હોસ્પિટલમાં આવ્યા છે. પણ ઈન્જેકશનના કારણે કોઈને સાઈડ ઈફેક્ટ થઈ હોય તેવી કોઈ બાબત અત્યાર સુધીમાં સામે નહીં આવી હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. એક તરફ સિવિલ હોસ્પિટલમાં કોરોના વિભાગમાં દર્દીઓની સારવારના ઠેકાણા પડતા નથી અને અનેક ફરિયાદો ઉઠી રહી છે. તો બીજી તરફ કિડની વિભાગમાં એક પણ દર્દી સામે નથી આવ્યા કે જેને ટોસિલોઝુમાબ લીધા બાદ કિડનીની સારવાર કરવી પડી હોય.

READ ALSO

Related posts

અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લવાશે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અંતિમક્રિયામાં રહેશે હાજર

pratik shah

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!