વાંદરાનો જીવ બચાવવા માટે હાલ એક કાર ડ્રાઇવરે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. આ આખી ઘટનાનો એક ડરામણો વીડિયો પણ વાયરલ થયો છે. આ આખી ઘટના ત્યારે ઘટી કે જ્યારે વાંદરા કારની સામે આવ્યો અને ડ્રાઇવર તેને બચાવવા માટે પ્રયાસ કર્યો જેમા કાર બ્રિજની નીચે ઉતરીને પલ્ટી ખાઈ ગઈ.

આ ઘટના હિમાચલ પ્રદેશના શિમલામાં બની હતી. વીડિયોમા એવું જોવા મળી રહ્યું છે કે, શિમલાની હોટલ હિમલેન્ડના પાર્કિંગમાં એકાએક એક કાર અથડાઈ હતી, જેના કારણે રસ્તાની બાજુની રેલિંગ તૂટી ગઈ હતી અને કાર નીચે ગબડી ગઈ હતી. કાર બ્રિજ પરથી પડતાં જ ત્યાં જઈ રહેલા બે રાહદારીઓ પણ ચોંકી ગયા હતા, તેમને સમજાયું નહીં કે આ શું થયું? જ્યારે તે બંને કાર તરફ દોડ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે, ગાડીની અંદર લોકો ફસાયેલ છે અને ગાડીની હાલત એકદમ બગડી ગઈ છે.
કારમાં ફસાયેલા લોકોને બચાવવા એકાએક લોકોની ભીડ ઉમટી આવી હતી. ઘણા સમય બાદ લોકોએ ગાડીને સીધી કરીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. અહીં હાજર કેટલાક લોકો ખરાબ રીતે ઘાયલ પણ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગાડીની અંદર ચાર વર્ષના બાળક સહિત ત્રણેય વ્યક્તિઓ બચી ગયા હતા.
car skids off an elevated road and comes crashing down into a parking lot below in dramatic visuals that have emerged from Shimla in Himachal Pradesh. This happened after a monkey came in front of the vehicle and the driver lost control in an attempt to save the animal's life. pic.twitter.com/deywh9B6Q0
— Mohammad Ghazali (@ghazalimohammad) November 21, 2021
અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અકસ્માત ત્યારે થયો કે જ્યારે એક વાંદરો ગાડીની સામે આવ્યો અને તેને બચાવવાના પ્રયાસમાં ગાડી ચલાવતા વ્યક્તિએ નિયંત્રણ ગુમાવ્યું. આ ગાડીમાં બેસેલા લોકો કાર લઈને દિલ્હીથી રામપુર જઈ રહ્યા હતા.આ વીડિયો ઘણા લોકોએ ટ્વિટર પર શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ લોકો કારચાલક માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વાંદરાઓ માટે શેરીઓમાં ફરવું અને પ્રવાસીઓ પાસેથી ખોરાક છીનવી લેવાની બાબત સામાન્ય છે પરંતુ, આ ઘટના ખરેખર ભયજનક છે.
Read Also
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ
- સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી