GSTV

અમદાવાદ એરપોર્ટ પર જાવ અને રીંછ દેખાઈ તો ડરતા નહીં કેમ કે…

આપે સાંભળ્યુ જ હશે. નકલને અક્કલ ન હોય. આવું જ કંઇક આપણે ત્યાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વાનરોના ગામમાં એટલો ત્રાસ હતો કે, ત્યાં સ્થાનિક સ્તરે કેટલાક લોકોને કોસ્ચ્યૂમ આપીને રીંછ બનાવીને વાનરો ભગાવવાનો કિમીયો સૂઝ્યો છે. બસ પછી તો સ્માર્ટ સીટી અમદાવાદના એરપોર્ટ અથોરીટીવાળાને પણ શું સૂઝ્યુ કે એરપોર્ટના રનવે પર આવતા વાનરોને દૂર કરવા એક ભૂરાને રીંછના કોસ્સ્યૂમ પહેરાવીને વાનરો પાછળ દોડવા લગાવી દેવાયો હતો.

એક તરફ ગુજરાતમાં વિકાસની વાતો થાય છે. સ્માર્ટ સીટીની વાતો થાય છે ટેક્નોલોજીની વાતો થાય છે, ત્યારે આજના ડિજિટલ યુગમાં વાનરોને ભગાડવા માટે અમદાવાદ એરપોર્ટના રનવેમાં આવી રીતે રીંછના કોસ્ચ્યૂમ પહેરીને એક માણસ દોડતો જોવા મળે તો કેવું લાગે. અહીં તો સવાલ એવો પણ થાય કે, વાનરો ભગાડવાનો અમદાવાદ એરપોર્ટ અથોરીટીનો કીમીયો કેવો અને કેટલા દિવસ માટે કારગત નિવડશે. અહીંયા તો અમદાવાદના વાનરો પણ સ્માર્ટ છે, થોડા દિવસમાં સમજી જશે કે ભાઇ આતો રીંછ નથી, પણ રીંછના વાઘા પહેરીને દોડતો અમદાવાદનો જ કોઇ ભૂરો છે.

ત્યારે ફરી વાનરો આવવા લાગશે. યૂપીના શાહજહાંપુર જેવા ગામમાં તો સમજ્યા પણ આપણે તો કોઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વાનરોને દૂર કરવાનો આઇડીયા અપનાવો જોઇએ ને…કે પછી આમને આમ રીંછડા દોડાવ્યા રાખવાના. હમણા થોડા સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા આવવાના છે, જો તે આવું દ્રશ્ય જોઇ જશે તો શું થશે. તેની તો કલ્પના જ કરવી રહી.

READ ALSO

Related posts

અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani

ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!