GSTV

બાળપણમાં સાંભળેલી કાચબા-સસલાની કહાની સાચી સાબિત થઈ, વીડિયો જોઈ તમે પણ કહેશો વાહ…

પોતાના બાળપણમાં કાચબા અને સસલાની કહાની તો સાંભળી જ હશે. એક વખત કાચબા અને સસલાની વચ્ચે રેસનો મુકાબલો થાય છે. શરૂઆતમાં સસલા તેજીથી દોડીને આગળ નીકળી જાય છે અને કાચબો ધીરે-ધીરે ચાલવા લાગે છે. કાચબાને ખૂબ દૂર જોઈને સસલું આરામ કરવા લાગે છે અને તેને ઉંઘી આવી જાય છે. કાચબો ધીમે ધીમે ચાલીને રેસને જીતી લે છે. ત્યારે વાસ્તવિક જીવનમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. કાચબા અને સસલાની વચ્ચે સ્પર્ધા હતી, જ્યાં સસલું જીત્યું. આ વીડિયો IPS અધિકારી અરૂણ બોથરાએ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, સસલુ અને કાચબાની વચ્ચે રેસ થાય છે. કાચબો તેજીથી નિકળી જાય છે અને અડધા રસ્તા સુધી રોકાઈ જાય છે. તો કાચબો ધીરે-ધીરે ચાલે છે. સસલુ ત્યાં જ રોકાઈ જાય છે અને જોત જોતામાં કાચબો પોતાની રેસને પૂર્ણ કરી લે છે. જે કહાની આપણે બાળપણમાં સાંભળી હતી, તે ખરેખરમાં સાબિત થઈ છે. આ વીડિયો ખૂબ જ જૂનો છે, પરંતુ IPS ઓફિસર દ્વારા શેર કર્યા બાદ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

IPS અરુણ બોથરાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, ‘પરિવારની પરંપરા વ્યક્તિગત પ્રતિષ્ઠા પહેલા આવે છે’. અરુણ બોથરાએ આ વીડિયો 6 ઓગસ્ટે શેર કર્યો છે, જેના અત્યાર સુધીમાં 60 હજારથી વધુ વ્યૂઝ આવી ચુક્યા છે. તેમજ 5 હજારથી વધુ લાઈક્સ અને હજારથી વધુ કમેન્ટ પણ આવી છે. લોકોને આ વીડિયો ખૂબ ગમ્યો અને કમેન્ટ્સ પણ કરી છે.

READ ALSO

Related posts

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!