લોકો હંમેશા બચત અને રોકાણ માટે નવા અને સસ્તા વિકલ્પોની શોધમાં હોય છે. તમામ વિકલ્પો બાદ આપણું ધ્યાન પોસ્ટ ઑફિસની સ્કીમ તરફ ઓછુ જાય છે. પોસ્ટ ઑફિસમાં સંચાલિત થતી કિસાન વિકાસ પત્ર અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ બંને આવકના મહત્વના સાધન છે. નાની બચત યોજનાઓ પર હાલના દરમાં વધારાથી બંને સ્કીમ વધુ આકર્ષક થઈ ગઈ છે. અમે આ અહેવાલમાં જણાવીશુ કે તમારા માટે અસરકારક કઈ યોજના છે.
કિસાન વિકાસ પત્ર
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને લાભ પહોંચાડવા માટે 1988માં કિસાન વિકાસ પત્ર (કેવીપી) રજૂ કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં આ લોકપ્રિય થયું.
યોગ્યતા
18 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરના કોઈ પણ વ્યક્તિ કેવીપી લઈ શકે છે.
કેવીરીતે અરજી કરશે?
કેવીપી લેવા માટે ફોટો આઈડી કાર્ડની સાથે એડ્રેસ પ્રુફની જરૂર પડશે. કિસાન વિકાસ પત્ર માટે પોસ્ટઑફિસમાં જવુ પડશે. તમારી પાનકાર્ડની ડિટેઈલ્સ પણ જોઈશે.
કેટલી રકમનું રોકાણ કરશો
કેવીપી માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાની જરૂર પડશે. ત્યારબાદ 1000 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. જોકે, મહત્તમ રોકાણની કોઈ સીમા નથી. જેમાં જમા કરાવવામાં આવેલી રકમ 112 મહિના બાદ મ્યોચ્યોર હોય છે. જેની પર મળતુ વ્યાજ 7.7 ટકા હોય છે. કિસાન વિકાસ પત્ર (કેવીપી)ને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ અને એક પોસ્ટ ઑફિસથી બીજી પોસ્ટઑફિસમાં સ્થાળાંતરિત કરી શકાય છે.
ટેક્સ છૂટ
કિસાન વિકાસ પત્રમાં કરાયેલા રોકાણ પર આવકવેરાની કલમ 80 સી હેઠળ કર વળતરનો લાભ મળતો નથી.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (એનએસસી) નિશ્ચિત આવક રોકાણ યોજના છે, જેના માટે તમે કોઈ પણ પોસ્ટ ઑફિસમાં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ સીમા હોતી નથી.
અરજી કેવી રીતે કરી શકો છો?
એનએસસી લેવા માટે પાન કાર્ડ અને એડ્રેસ પ્રૂફની સાથે નજીકની પોસ્ટ ઑફિસમાં સંપર્ક કરી શકો છો.
કેટલુ કરશો રોકાણ
તમે 100 રૂપિયા અને તેનાથી વધુનું એનએસસી લઈ શકો છો.
કેટલુ વ્યાજ મળશે?
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં વાર્ષિ 8.0 ટકાના દરથી વ્યાજ મળશે. પહેલા આ યોજનામાં રોકાણ કરવાથી વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળતુ હતું.
ટેક્સ છૂટ
જેમાં જમા રકમ પર આવકવેરાની કલમ 80સી હેઠળ છૂટ મળે છે.