2018માં આ શેરોએ કરી દીધા લોકોને માલામાલ, જુઓ સમગ્ર યાદી

શેર બજાર માટે 2018નું વર્ષ ઘણું ઉતાર-ચઢાવ વાળું રહ્યું. 2017ની સરખામણીએ 2018માં રોકાણકારોને બેંચમાર્ક ઈન્ડેક્સથી કોઈ ખાસ રિટર્ન મળ્યું નહીં. ચોઈસ બ્રોકિંગે 2018ના 13 સારા અને ખરાબ સ્ટોક્સની યાદી જાહેર કરી છે. આ શેરોને એનએસઈ 100માંથી પસંદ કરવામાં આવ્યા છે. ફર્મ મુજબ 2018માં શેર બજાર પર કેટલાંક કારણોનુ અસર પડ્યુ.

જેમાં ઘરેલુ અને વૈશ્વિક કારણો સિવાય કરન્સી, સોનાના ભાવ, રિઝર્વ બેંકના નિયમ, મોંઘવારી અને બેરોજગારીના આંકડાની માર્કેટ પર અસર પડી. આ સિવાય બજારને દિશા આપવામાં રાજ્ય વિધાનસભા ચૂંટણીની મોટી ભૂમિકા રહી. રિપોર્ટે આ આધારે શેરોની યાદી બનાવી છે. જ્યાં આ શેરોએ કેટલાંક રોકાણકારોને માલામાલ કરી નાખ્યા તો કેટલાંક લોકોને કંગાળ કરી નાખ્યાં.

2018માં સૌથી વધુ નુકસાનમાં પીસી જ્વેલર્સનો શેર રહ્યો. 29 ડિસેમ્બર 2017માં આ શેરની કિંમત 456.75 રૂપિયા હતી, જે 20 ડિસેમ્બર 2018ના રોજ 84.4 રૂપિયા થઇ ગઇ. આ શેરમાં 1 વર્ષમાં 81.52 ટકાનો ઘટાડો થયો. તો સૌથી મોટો ફાયદો આપનાર શેર એનઆઈઆઈટી ટેક રહ્યો. આ શેરમાં રોકાણકારોને 74.79 ટકાનું વાર્ષિક રિટર્ન મળ્યું. આ શેર 29 ડિસેમ્બર 2017ના રોજ 645 રૂપિયા હતુ, જે 20 ડિસેમ્બર 2018માં 1127 રૂપિયાનું થઇ ગયું. નીચે જુઓ 2018ના ટૉપ ગેનર્સ અને લૂસર્સની યાદી.

2018ના ટૉપ ગેનર્સમાં એનઆઈઆઈટી ટેક, બાટા ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, ટેક મહિન્દ્રા, ડી માર્ટ જેવા શેર રહ્યાં. તો સૌથી ખરાબ રિટર્ન આપનારા શેરમાં ડીએચએફએલ, ટાટા મોટર્સ, રિલાયન્સ કેપિટલ, આઈડિયા, ઈન્ફીબીમ, જેટ એરવેઝ અને પીસી જ્વેલર્સ રહ્યાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter