GSTV

ભારતના એ 7 મિસ્ટર નટવરલાલ પર કે જેમણે કરોડોનું કૌભાંડ આચરી સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો, સરકાર માત્ર 2 ને પાછી લાવી

Last Updated on June 23, 2021 by Pritesh Mehta

કેન્દ્ર સરકાર દ્વારા બેંકોને ચૂનો ચોપડનારા કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા માટે કડક કાયદો પણ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં અન્ય દેશો સાથેની પ્રત્યાર્પણ સંધિને કારણે એક યા બીજા કારણોસર ફરાર થઇ ગયેલા ભાગેડુઓને ભારત પરત લાવવામાં સફળતા મળી શકી નથી. ખુદ સરકારે આપેલી માહિતી મુજબ વર્ષ 2015થી અત્યાર સુધી ફક્ત બે જ ભાગેડુઓને પરત લાવવામાં સફળતા મળી છે ત્યારે આવો નજર કરીએ ભારતના એ 7 મિસ્ટર નટવરલાલ પર કે જેમણે કરોડોનું કૌભાંડ આચરી સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો.

નીરવ મોદી

કૌભાંડ

હીરાના વેપારી નિરવ મોદીએ ભારતીય બેંકોના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ આચર્યું. વર્ષ 2018માં નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો. બેંકોનું ફૂલેકું ફેરવી નિરવ મોદી લંડન ફરાર થઇ ગયો. લંડનમાં છુપાઇને રહેતા નિરવ મોદીની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ વર્ષ 2018થી ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસો કરી રહી છે. એપ્રિલમાં નિરવ મોદી બ્રિટનની કોર્ટમાં કેસ હારી જતા ભારતને પ્રત્યાર્પણ કરવા આડેના અવરોધો દૂર થઇ ગયા છે.

મેહુલ ચૌકસી

મેહુલ ચોક્સી પીએનબીના 14 હજાર કરોડ રૂપિયાના મહાકૌભાંડનો બીજો મુખ્ય આરોપી છે. મેહુલ ચોક્સી પણ નિરવ મોદીની જેમ ભારતીય એજન્સીઓના હાથમાંથી છટકી રાતોરાત એન્ટિગુઆ જતો રહ્યો હતો પરંતુ તાજેતરમાં એન્ટિગુઆથી લાપતા થયા બાદ તેની ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી છે.

વિજય માલ્યા

બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા પર 9 હજાર કરોડનું બેંક કૌભાંડ આચરી લંડન નાસી છૂટ્યો. મહત્વની વાત એ છે કે જે સમયે તે વિદેશમાં નાસી છુટયા ત્યારે તે રાજ્યસભાના સાંસદ હતા માલ્યા હાલ બ્રિટનમાં છે અને તેના પ્રત્યાર્પણ માટે ભારતે તમામ કેસોમાં જીત હાંસલ કરી લીધી છે.

લલિત મોદી

ભારતમાં આઇપીએલ જેવી વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ શરૂ કરનારા લલિત મોદી પર બીસીસીઆઇમાં 753 કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ છે. ઇડી દ્વારા લલીત મોદી વિરુદ્ધ કેસ દાખલ થાય તે પહેલા જ તે ચોરીછુપે બ્રિટન ભાગી ગયા. ઓક્ટોબર 2010માં બીસીસીઆઇએ લલીત મોદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જો કે લલિત મોદી વિદેશ નાસી છૂટ્યાના એક દાયકા બાદ ભારતે તેના પ્રત્યાર્પણની અરજી કરી છે.

જતિન મહેતા

હીરાના વેપારી જતિન મહેતાની વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરીનું કૌભાંડ નિરવ મોદી અને વિજય માલ્યાના ફ્રોડ પછીનું ત્રીજું સૌથી મોટું બેંક કૌભાંડ છે. તેમની પાસેથી બેન્કોએ અંદાજે 7 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ લેવાની નીકળે છે. વર્ષ 2013માં જતિન મહેતા પોતાના પરિવાર સાથે ભારતમાંથી કેરેબિયન આઇસલેન્ડ સેટ કિટ્સ નાસી છૂટ્યા. જો કે વર્ષ 2020માં તે યુરોપિયન દેશ મોંટેન્ગ્રો રહેતો હોવાની માહિતી આવી હતી.

નીતિન સાંડેસરા

ઉદ્યોગપતિ નીતિન સાંડેસરા પણ અંદાજે 5 હજાર કરોડનું બેંક કૌભાંડ કરી તેમના પરિવારજનો સાથે વિદેશ ફરાર થઇ ગયા. બેંક કૌભાંડમાં સાંડેસરા બંધુઓ દ્વારા પ્રમોટેડ સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપ સામેલ છે. નીતિન સાંડેસરા વર્ષ 2017માં ભારતથી નાઇજીરિયા નાસી છૂટ્યા. ભારત સરકારે નીતિન સાંડેસરાને ગત વર્ષે ભાગેડુ જાહેર કર્યા છે.

સંજય ભંડારી

ઉદ્યોગપતિ સંજય ભંડારી પણ મની લોન્ડ્રિંગ કેસમાં ભાગેડુ જાહેર છે. સંજય ભંડારી હાલ બ્રિટનમાં છે. યુકેની સરકારે વર્ષ 2020માં ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપ્યા બાદ સંજય ભંડારીની ધરપકડ કરવામાં આવી છે. જો કે તેણે અદાલતના દ્વાર ખટખટાવ્યા છે અને પ્રત્યાર્પણનો વિરોધ કરી જામીન મેળવી લીધા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોના/ રસીકરણને કારણે મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છતાં બેદરકારી ભારે પડશે, નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!