GSTV
Home » News » આ છે ભારતના સૌથી મોંઘાદાટ અને આલિશાન ઘર, કિંમત જાણશો તો મોઢામાં આંગળા નાંખી દેશો

આ છે ભારતના સૌથી મોંઘાદાટ અને આલિશાન ઘર, કિંમત જાણશો તો મોઢામાં આંગળા નાંખી દેશો

homes in india

તમે હોલીવુડની ફિલ્મોમાં ઘણાં આલિશાન ઘર અને તેને જોઇને મનમાં ઇચ્છા થાય છે કે તમારુ પણ આવું ઘર હોય અથવા અહીં એકવાર જવાની તક મળે. પરંતુ આ આલિશાન ઘરોની કિંમત આપણે વિચારી પણ ન શકીએ એટલી હોય છે. આજે અમે તમને દેશના કેટલાંક એવા આલિશાન ઘરો વિશે જણાવીશુ જેની કિંમત તમને દંગ કરી દેશે.

એંટિલિયા

મુંબઇ જેવા શહેરમાં રહેવાનું સ્થળ શોધવું એ જ એક મોટો પડકાર છે, જ્યાં એન્ટિલિયા ભારતમાં સૌથી મોંઘુ ઘર છે, તે દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઘર ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું છે. ‘એનિટિલિયા’ નામનું આ ઘર દુનિયામાં એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ફોર્બ્સ અનુસાર, તે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક માનવામાં આવે છે.

આ યાદીમાં જે ઘર પ્રથમ સ્થાને આવે છે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા છે. આ ગર 400000 સ્ક્વેર ફૂટની લંબાઇમાં બનેલુ છે અને 27 માળનું આ મકાન સૌથી મોંધુ છે. તેની કિંમત 32 અબજ રૂપિયા છે.

જેકે હાઉસ

મુંબઇના બ્રીચ કેન્ડીમાં સ્થિત જેકે હાઉસ ભારતના સૌથી લક્સઝરી અને મોંઘા ઘરોમાંથી એક છે. તેનો અંદાજ તમે તસવીર પરથી જ લગાવી સકો છો. રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાના ઘર જેકે હાઉસમાં પોતાનું એક હેલ્થ સેન્ટર, એક મ્યુઝિયમ અને એક હેલીપેડ છે. 30 માળના આ આલિશાન ઘરમાં શરૂઆતના 6 માળ તો ફક્ત પાર્કિંગ માટે બનેલા છે.

મન્નત

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનુ ઘર પણ ભારતના સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે. તેનું ઘર મન્નત કોઇ જન્નતથી ઓછુ નથી. આ ઘર મુંબઇના બાંદ્રામાં આવેલુ છે. તેનું ઘર 6 માળનું છે અને તેમાં દરેક પ્રકારની સુવિધા આવેલી છે. આ ઘરમાં જિમ, સિનેમા હોલ અને અનેક પ્રકારની સુવિધા છે.

ટાટા હાઉસ

ટાટા ગ્રુપના ચેરમેન રતમ ટાટાનું ઘર પણ આ યાદીમાં સામેલ છે. આશરે 13500 સ્ક્વેર ફૂટમાં બનેલુ રતન ટાટાનું પ્રેસિડેન્ટ મુંબઇના કોલાબામાં સ્થિત છે. જણાવી દઇએ કે આ ઘરની કિંમત આશરે દોઢસો કરોડ છે.

જિંદલ હાઉસ

જાણીતા બિઝનેસમેન અને રાજનેતા નવીન જિંદલનું ઘર ભારતની રાજધાની દિલ્હીના વિશેષ ક્ષેત્ર લુટિયંસમાં છે. આ ક્ષેત્ર વિશેષ હોવાની સાથે સાથે ઘણું મોંઘુ પણ છે. આ ક્ષેત્રમાં સુનિલ મિત્તલ, કેપી સિંહ અને લક્ષ્મી નારાયણ મિત્તલના પણ ઘર છે. નવીન જિંદલના ઘરની કિંમત આશરે 125થી 150 કરોડની આસપાસ છે.

Read Also

Related posts

મહેસાણાની દૂધ સાગર ડેરીના પાછળ ભાગે લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

airtelને 23 હજાર કરોડનું નુકશાન તેમ છતા બજારમાં મળ્યું બૂસ્ટ, આ છે કારણ

Kaushik Bavishi

ફેન્સને પસંદ આવી અશ્વિનની બેટિંગ, ઉડાવી ઋષભ પંતની મજાક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!