GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દેશની આ છે સૌથી સેફ 5 કાર: નવી ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો ચેક કરી લેજો

સેફ્ટી ગ્લોબર કાર સેફ્ટી એજન્સી ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામએ હાલમાં જ ભારતમાં ઉપલબ્ધ સૌથી સુરક્ષિત કારોનું લિસ્ટ જારી કર્યું છે. જેમાં ભારતની સૌથી સુરક્ષિત કારના મહિન્દ્રાની એસયૂવીએ એક વાર ફરી પહેલું સ્થાન હાંસિલ કર્યું છે.

લિસ્ટમાં 7 સૌથી વધુ સેફ કારોમાં 6 ભારતીય કારો સામેલ છે. અહિં ટોપ 5 કારનું લિસ્ટ છે. આ રિઝલ્ટ 2014થી 2020 વચ્ચે ભારતીય માર્કેટમાં આવેલ કારોના ટેસ્ટ પર આધારિત છે.

મહિન્દ્રા XUV 300

આ કારે ભારતની સૌથી સુરક્ષિત લિસ્ટમાં પહેલું સ્થાન મેળવ્યું છે. આ કારને ક્રેશ ટેસ્ટમાં 5માંથી 5 સ્ટાર મળ્યા છે. આ કાર વર્ષ 2014થી જ સેફ્ટીના મામલે પહેલા નંબરે છે.

ટાટા અલ્ટ્રોજ

ટાટાની અલ્ટ્રોજને આ લિસ્ટમાં બીજુ સ્થાન મળ્યું છે. ટાટા અલ્ટ્રોજના ફિચર્સની વાત કરીએ તો આ  બે એન્જિન ઓપ્શન સાથે આવે છે. આમાં 86 બીએચપી પાવરવાળા 1.2 લીટર પેટ્રોલ અને 90 બીએચપી પાવરવાળા 1.5 લીટર ડિઝલ એન્જિન છે. બન્ને એન્જિન બીએસ6 કમ્પ્લાન્ટ રહેશે, આ સાથે જ કારમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

ટાટા નેક્સાન

ટાટાની આ કારે ક્રેશ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા બીજુ સ્થાન મેળવ્યું છે. એડલ્ટ સેફ્ચી રેટિંગમાં આ કારે 5 સ્ટાર હાંસિલ કર્યા છે. ત્યારે ચાઈલ્ડ સેફ્ટી માટે આ કારને ક્રેશ ટેસ્ટમાં 3 સ્ટાર મળ્યા હતા.

ટાટા ટિગોર/ટિયાગો

ટાટા ટિગોર અને ટિયાગોએ પણ ટોપ 5માં પોતાની જગ્યા બનાવી છે. એડલ્ટ સેફ્ટી રેટિંગમાં આ કારે 4 સ્ટાર હાંસિલ કર્યા જ્યારે ચાઈલ્ડ સેફ્ટી માટે આ કારને ક્રેશ ટેસ્ટમાં 3 સ્ટાર મળ્યા.

ફોક્સવેગન પોલો

જર્મન કાર નિર્માતા કંપની ફોક્સવેગન પોલોને એડલ્ટ સેફ્ટી રેટિંગમાં 4 સ્ટાર આપવામાં આવ્યા છે. ચાઈલ્ડ સેફ્ટી મામલે કારને 3 સ્ટાર મળ્યા છે. ફોક્સવેગન કનેક્ટથી સજ્જ આ કારમાં તમને ટ્રીપ ટ્રેકિંગ, બિહેવિયર અને સ્ટેટિસ્ટિક ટ્રેકિંગ, લોકેશન શેરિંગ અને ફ્યૂલ કોસ્ટ મોનિટરિંગ જેવી સુવિધાઓ મળે છે. છઠ્ઠા નંબર પર મહિન્દ્ર મરાજો, 7માં નંબરે ટોયોટા ઈટિયોસ, આઠમાં નંબરે મારૂતિ સુઝુકીની વિટારા બ્રેજા રહી. 9માં નંબરે ટાટાની જેસ્ટ અને 10માં ક્રમે મારૂતિ સુઝુકી અર્ટિગા રહી છે.

READ ALSO

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!