GSTV
Home » News » WORLD CUP બાદ લઈ શકે છે આ 5 દિગ્ગજ સંન્યાસ

WORLD CUP બાદ લઈ શકે છે આ 5 દિગ્ગજ સંન્યાસ

ક્રિકેટ વર્લ્ડકપની 12મી આવૃત્તિ શરૂ થવામાં હવે થોડા જ સપ્તાહની વાર છે. એની પહેલાં 8 ટીમોએ પોતાના ખેલાડીઓની સૂચી જાહેર કરી દીધી છે. જે ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી છે, તેમણે તો તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. પરંતુ અમુક દિગ્ગજો એવા પણ છે, જે વિશ્વકપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.

ભારતીય ક્રિકેટના સફળ વિકેટકિપર, બેટ્સમેન અને કેપ્ટન્સમાંથી એક ધોનીનાં સંન્યાસનું અનુમાન કેટલાક દિવસોથી લગાવવામાં આવી રહ્યુ છે. 37 વર્ષીય ધોની પહેલાંજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. ધોનીની કેપ્ટન્સી હેઠળ જ ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ 2011માં બીજા વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યુ હતુ. ધોનીએ વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 341 મેચોમાં 50.72ની એવરેજથી 10,500 રન બનાવ્યા છે. આ દરમ્યાન ધોનીએ 10 સદી અને 71 અડધી સદી બનાવી છે.

37 વર્ષીય શોએબ મલિક 1999થી અત્યાર સુધીમાં પાકિસ્તાન માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. મલિકે 282 વન-ડે મેચોમાં 35.12ની એવરેજ સાથે 7,481 રન બનાવ્યા હતા. તો બોલિંગમાં તેમણે 156 વિકેટ્સ પણ મેળવી છે. પાકિસ્તાનની ટીમના સૌથી અનુભવી ક્રિકેટર શોએબ મલિક પણ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે.

પોતાની યોર્કર માટે ફેમસ મલિંગા શ્રીલંકાનાં સફળ બોલરોમાંથી એક છે.. 35 વર્ષના મલિંગા અત્યારસુધીમાં 218 વન-ડે મેચ રમી ચૂક્યા છે. જેમાંથી તેમણે 29.03ની એવરેજ સાથે 322 વિકેટ મેળવી છે.  મલિંગાએ પહેલાંજ વર્લ્ડ કપ બાદ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનાં સંકેતો આપી દીધા હતા.

યુનિવર્સ બોસના નામથી ફેમસ વેસ્ટઈન્ડિઝના તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે પહેલાં જ જાહેરાત કરી દીધી હતીકે, તે વર્લ્ડકપ બાદ રિટાયર થઈ જશે.. 39 વર્ષના ગેલ અત્યાર સુધીમાં 288 મેચોમાં 38.02ની એવરેજથી 10,151 રન બનાવી ચૂક્યા છે. ગેલના નામે 25 સદી, 1 ડબલ સદી અને 51 અડધી સદી છે. દક્ષિણ આફ્રિકાનાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ઈજા બાદ ટીમમાં ફરીથી સ્થાન મેળવવા માટે સફળ રહ્યા હતા. 35 વર્ષના સ્ટેન સતત ફિટનેસ અને ઈજાથી પિડાઈ રહ્યા છે. સ્ટેને અત્યાર સુધી રમેલી 125 વન-ડે મેચોમાં 25.96ની એવરેજથી 196 વિકેટ પોતાના નામે કરી છે. સ્ટેને પહેલાં જ વર્લ્ડકપ બાદ સંન્યાસ લેવોનો ઈશારો કરી દીધો હતો.

Related posts

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર વિકેટકીપરોમાં, નંબર વન પર છે ભારતનો આ વિકેટકીપર

Dharika Jansari

હજુ વર્લ્ડકપ શરૂ નથી થયો ત્યાં તો આ બોલરના નામથી જ ફફડી ઉઠ્યો કોહલી, ઉભી કરી શકે છે ‘વિરાટ’ મુશ્કેલી

Bansari

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!