GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ લૉકડાઉનમાં શરૂ કરો આ બિઝનેસ, અત્યારે છે શાનદાર સ્કોપ અને બંપર કમાણીનો મોકો

બિઝનેસ

Last Updated on April 17, 2021 by Bansari

ફરી એકવાર કોરોનાએ કેર મચાવ્યો છે. કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે સ્થાનિક લોકડાઉન, નાઇટ કર્ફ્યુ અને વીકેન્ડ લોકડાઉન રાજ્ય સ્તરે લાગુ કરવામાં આવ્યું છે. જો પરિસ્થિતિ વધુ વણસી જાય છે, તો શક્ય છે કે 2020 ની જેમ એકવાર આપણે ફરીથી સંપૂર્ણ લોકડાઉન જોઇશું. કોરોનાની નવી લહેરને કારણે લાખો લોકોની આજીવિકા પર ફરી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અહીં, અમે તમને પાંચ બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું જે ઘરે બેઠા કરી શકાય છે અને રોકાણ પણ નહિવત્ જેવુ છે.

હેન્ડ સેનિટાઇઝર

સેનિટાઇઝર

હાલની પરિસ્થિતિમાં માસ્ક, હેન્ડ સેનિટાઇઝરની માંગ સૌથી વધુ છે. આવી સ્થિતિમાં, હોમ મેડ માસ્ક અને સેનિટાઇઝરનો બિઝનેસ શરૂ કરી શકાય છે. જ્યારે વ્યવસાય ખરાબ રીતે પ્રભાવિત થયા છે, ત્યારે MSME, SME હાલમાં માસ્ક અને સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરે છે. આ કંપનીઓ તેમના ઉત્પાદનો વેચવા માટે સ્થાનિક દુકાનદારો અને રિટેલરો અને જથ્થાબંધ વેપારીઓનો સંપર્ક કરે છે. તમે તમારા માટે આ ચેઇનમાં સ્થાન શોધી શકો છો.

ડોર સ્ટેપ ડિલિવરી

ઓનલાઈન

કોરોના કાળમાં ડિલિવરીના બિઝનેસમાં ઘણો ફાયદો થયો છે. ઈ-કોમર્સ કંપનીઓ, ઓનલાઈન ફૂડ વેચતી કંપનીઓના ધંધામાં તેજી જોવા મળી છે. આવી સ્થિતિમાં, સ્થાનિક સ્તરે ડોર સ્ટેપ ડિલિવરીનો વ્યવસાય શરૂ કરી શકાય છે. આ બિઝનેસ સર્વિસ અને પ્રોડક્ટ ડિલિવરીથી સંબંધિત હોઈ શકે છે. આમાં કરિયાણા, ફાર્માસ્યુટિકલ્સ જેવા ઉત્પાદનો પહોંચાડી શકાય છે.

ઓનલાઈન ફૂડ ડિલિવરી

કોરોના

સરકારે રેસ્ટોરન્ટમાં ખાવા-પીવા પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ ઓનલાઇન ફૂડ ડિલિવરી પર પ્રતિબંધ નથી. આવી સ્થિતિમાં ટિફિન સર્વિસનો ધંધો શરૂ કરી શકાય છે. શહેરમાં યુવાનો મોટા પાયે બહાર ભોજન કરે છે. જો તમે ડઝન જેટલા ક્લાયંટ તૈયાર કરો છો, તો હજારો સરળતાથી કમાઇ શકાય છે. આ કામ સ્થાનિક સ્તરે કરવામાં આવશે અને ન તો રોકાણ કે ન તો પ્રમોશનની જરૂર પડશે.

ઓનલાઇન ક્લાસીસ

ફી

કોરોના કાળ દરમિયાન, વિદ્યાર્થીઓના અભ્યાસને ખરાબ અસર થઈ છે. આવી સ્થિતિમાં, ઓનલાઇન ટ્યુશન ક્લાસીસ શરૂ કરી શકાય છે. તમે જે વિષયમાં પકડ ધરાવો છે તે તમે ભણાવી શકો છો. આ માટે લેપટોપ અને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે. હમણાં બધા બાળકો ફક્ત ઓનલાઇન ક્લાસીસનો લાભ લઈ રહ્યા છે.

યુટ્યુબર

કોરોના કાળ દરમિયાન ડેટાના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, યુટ્યુબમાં ઘણી તેજી જોવા મળી છે. જો તમે કોઈ કામમાં કુશળ છો, તો લોકોની સામે આવો અને જોરદાર પૈસા કમાવો. YouTube માંથી આવક તમારા સબ્સ્ક્રાઇબર્સ જેટલી હશે. તમારે તમારા કંટેંટને એક રસપ્રદ રીતે રજૂ કરવુ પડશે અને આ દ્વારા તમે સરળતાથી કમાણી કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!