GSTV

હ્યુંડાઈથી લઇ ટાટા સુધી આ ઇલેક્ટ્રિક કાર આપે છે 450 કિલોમીટર સુધી લાંબી રેન્જ, જાણો તેના વિશે ડિટેલમાં

Last Updated on June 12, 2021 by Zainul Ansari

ભારતમાં મોંઘા તેલ અને ઝડપથી ફેલાતા પ્રદૂષણથી લોકોના જીવન પર બેવડું ફટકો પડ્યો છે. જેમાં માત્ર લોકોના ખિસ્સા ખાલી નથી થઈ રહ્યા છે પરંતુ તેમના સ્વાસ્થ્યને પણ ખરાબ અસર થઈ રહી છે. આ જોતા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં તેજી જોવા મળી છે. ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલર બંનેનો સમાવેશ છે.

electric vehicle

લોકોની બદલાતી પસંદને જોતા હ્યૂંડાઈ, મહિન્દ્રા, ટાટા જેવી તમામ પ્રમુખ કંપનીઓએ પોતાની ઇલેક્ટ્રીક વાહનોની એક લાંબી રેન્જ માર્કેટમાં લોન્ચ કરી છે. જો તમે પણ એક ઇલેક્ટ્રીક કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો અમે તમને જણાવી રહ્યા છે દેશની એ ટોપ ઇલેક્ટ્રિક કારો અંગે જે સિંગ ચાર્જમાં 450 કિલોમિટર સુધીની રેંજ આપે છે.

Hyundai Kona

હ્યુન્ડાઇની આ કોના કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર છે જે એક લક્ઝરી કાર પણ છે. કંપનીનો દાવો છે કે આ ભારતની સૌથી લાંબી રેન્જવાળી કાર છે. હ્યુન્ડાઇ કોનાની ઇલેક્ટ્રિક મોટર એટલી શક્તિશાળી છે કે તે 136 પીએસ પાવર અને 395 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.

આ કારની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો આ કાર એક વખત ફુલ ચાર્જ થવા પર 452 કિ.મી.ની લાંબી રેન્જ આપે છે. તેની બીજી ખાસિયત એ છે કે આ કાર માત્ર 1 કલાકમાં 80 ટકા જેટલી ચાર્જ થઈ જાય છે. જ્યારે તેને ફૂલ ચાર્જ કરવામાં 6 કલાક જેટલો સમય લાગે છે.

આ કારમાં લાંબી રેન્જ ઉપરાંત અન્ય એક ખાસિયત એ છે કે તે ફક્ત 9.7 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ કારની પ્રારંભિક કિંમત 23.77 લાખ રૂપિયા છે જે ટોપ મોડલમાં 23.96 લાખ રૂપિયા સુધી જાય છે.

Tata Nexon EV

ટાટા મોટર્સે તેની વર્તમાન નેક્સોન એસયૂવીને ઇલેક્ટ્રોનિક વર્ઝનમાં લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક કાર એક વારમાં ફુલ ચાર્જ થયા પછી 312 કિલોમીટરની લાંબી રેન્જ આપી શકે છે.

ટાટા નેક્સોને ઈવીમાં આપવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટર 129 પીએસ પાવર અને 245 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારને માત્ર એક કલાકની અંદર 80 ટકા ચાર્જ કરી શકાય છે. જ્યારે ફુલ ચાર્જ થવામાં આ કારને અંદાજે 8 કલાક જેટલો સમય લાગે છે.

આ કારની રેન્જ વિશે વાત કરવામાં આવે તો એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ કાર 312 કિ.મી.ની લાંબી રેન્જ આપી શકે છે. કંપની આ કાર વિશે દાવો કરે છે કે તે માત્ર 9.9 સેકન્ડમાં 0થી 100 કિ.મી.ની સ્પીડ હાંસલ કરી શકે છે. આ કારની પ્રારંભિક કિંમત 13.99 લાખ રૂપિયા છે જે ટોપ મોડેલમાં 16.56 લાખ રૂપિયા સુધી જાય છે.

Tata Tigor EV

ટાટાની આ બીજી કાર છે, જે હાલની કારના ઇલેક્ટ્રિક વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવી છે. આ કારમાં કંપનીએ 21.5 કેડબલ્યુનો બેટરી પેક આપ્યો છે જે 41 એચપીનો પાવર અને 105 એનએમનો ટોર્ક જનરેટ કરી શકે છે.

તેની બેટરીને ફાસ્ટ ચાર્જર દ્વારા 2 કલાકમાં ફુલ ચાર્જ કરી શખાય છે. ફુલ ચાર્જ થયા પછી આ કાર 312 કિ.મી.ની રેન્જ આપી શખે છે. આ કારની કિંમત અંગે વાત કરવામાં આવે તો તેની પ્રારંભિક કિંમત 9.58 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ મોડલમાં તેની કિંમત 9 લાખ રૂપિયા સુધી જાય છે.

Read Also

Related posts

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!