GSTV

દેશના ટોપ 5 મુખ્યમંત્રીમાં ભાજપનો એક પણ નહીં : આ મુખ્યમંત્રી દેશમાં સૌથી ખરાબ વહીવટકર્તા, રૂપાણીએ તો નાક કપાવ્યું

કાર્યક્ષમતાની દ્રષ્ટિએ ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી હોવાનું એક સર્વેમાં જાહેર કરાયું છે. બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અને ત્રીજા ક્રમે આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડીનું નામ આવ્યું હતું. ભાજપ સાથેની અથડામણ અને હિંસક બનાવો છતાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીમુખ્યમંત્રી તરીકેની પોતાની કામગીરીમાં ચોથા ક્રમે આવ્યા હતા. ટોપ 5માં ભાજપના એક પણ મુખ્યમંત્રીનો સમાવેશ નથી. સરકાર વાહવાહી કરી રહી છે પણ લોકો તેમની કામગીરીથી સંતુષ્ટ નથી એમ આ સરવેનો રિપોર્ટ કહી રહ્યો છે.

ઉત્તરાખંડના ત્રિવેન્દ્રસિંઘ રાવતને સૌથી ખરાબ વહિવટકર્તા કહી શકાય

અત્રે એ યાદ કરવા જેવું છે કે સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાનપદે રહેવાનો વિક્રમ પણ ઓરિસાના નવીન પટનાઇકનો છે, પટનાઇકને સર્વેમાં આશરે 79 ટકા (78.81) લોકોએ મત આપ્યો હતો. બીજી બાજુ ભાજપ શાસિત ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંઘ રાવતને માત્ર 0.41 ટકા મતો મળ્યા હતા. એટલે કે રાવત દેશમાં સૌથી ખરાબ વહીવટકર્તા છે એમ કહી શકાય. ગુજરાતની વાત કરીએ તો 46.74 % સાથે વિજય રૂપાણીને દસમો નંબર મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ જ્યારથી પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારથી ગુજરાતને નરેન્દ્ર મોદી જેટલા લોકપ્રિય નેતા મળ્યા નથી. ગુજરાત માટે આ એક ખુબ જ શરમજનક બાબત કહી શકાય છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળેલા 77 ટકા મતોમાં 57 ટકા લોકો ખૂબ સંતુષ્ટ

આઇએએનએસ સી-વોટર સ્ટે ઑફ ધ નેશન-2021 સર્વેમાં આ પરિણામો પ્રગટ થયા હતા. ઓરિસામાં 68.57 ટકા લોકો પટનાઇકના કામથી ખુશ હતા. 20 ટકા લોકો ઠીક ઠીક ખુશ હતા અને દસ ટકા લોકો નારાજ હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળેલા 77 ટકા મતોમાં 57 ટકા લોકો ખૂબ સંતુષ્ટ હતા, 31 ટકા લોકો ઠીક ઠીક સંતુષ્ટ હતા અને 11 ટકા લોકો નારાજ હતા.

વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજા ક્રમે

વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજા ક્રમે આવ્યા હતા. તેમને 66.83 ટકા મતો મળ્યા હતા. રાજ્યના માત્ર 16 ટકા લોકો એમના કામથી નારાજ હતા. બાકીના બધા સંતુષ્ટ હતા. ભાજપ શાસિત ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંઘ રાવત છેક 23મા સ્થાન પર હતા. રાજ્યના માત્ર 26 ટકા લોકો તેમના કામથી સંતુષ્ટ હતા. 49 ટકા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં રાવત માટે નારાજી અને નાખુશી વ્યક્ત કરી હતી. બાકીનાએ કહ્યું કે રાવત ઠીક છે. બીજા જે બે મુખ્ય પ્રધાનોને ખરાબનું રેંકિંગ મળ્યું છે એ બંને પંજાબ અને હરિયાણાના છે.

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના કામથી માત્ર 23 ટકા લોકો ખુશ

અત્રે એ નોંધનીય છે કે દિલ્હીના સીમાડે છેલ્લા પચાસ દિવસથી આંદોલન કરી રહેલા મોટા ભાગના કહેવાતા ખેડૂતો પણ પંજાબ અને હરિયાણાના છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના કામથી માત્ર 23 ટકા લોકો ખુશ હતા જ્યારે પંજાબમાં કેપ્ટન અમરીન્દર સિંઘના કામથી 22 ટકા લોકો ખુશ હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન

pratik shah

મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ

Bansari

પીઠ પર નીકળેલ ફોડલીથી છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ, દાગ પણ થઇ જશે ગાયબ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!