GSTV
Home » News » અરૂણ જેટલીનાં જીવન સાથે જોડાયેલી 10 ખાસિયતો, જે તેમને બનાવે છે સૌથી અલગ નેતા

અરૂણ જેટલીનાં જીવન સાથે જોડાયેલી 10 ખાસિયતો, જે તેમને બનાવે છે સૌથી અલગ નેતા

ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા અને દેશનાં પૂર્વ કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલીનું લાંબી માંદગી બાદ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં આજે શનિવારે બપોરે 12 વાગ્યે નિધન થયું છે. અરૂણ જેટલી દેશનાં જાહેર જીવનનાં અગ્રણી નેતા પણ હતાં અને જાણીતા વકીલ પણ. પોતાનાં અભ્યાસકાળ દરમિયાન જ અરૂણ જેટલી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય છાત્ર સંઘ ( All India Students Union )સાથે જોડાયા હતાં. તેમજ સંગઠનમાં વિવિધ પદો પર કામ કરીને રાજનીતિમાં આગળ વધતા રહ્યા હતાં. આવો આપણે અરૂણ જેટલી સાથે જોડાયેલી 10 વાતોને જરૂરથી જાણીએ. જે 10 વાતો સ્વ.જેટલીનાં જીવન સાથે જોડાયેલી છે, જે તેમને અન્યો કરતા અલગ નેતા બનાવે છે.

  • અરૂણ જેટલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતા હતાં, જો કે આવું ન થયું તો તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. તેમણે વર્ષ 1987થી વકીલાતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા 3 દાયકાથી અરૂણ જેટલની ગણના દેશનાં નામાંકિત વકીલોમાં થતી આવી છે.
  • અરૂણ જેટલીનાં પિતા પણ દિલ્હીનાં જાણીતા વકીલ હતાં. અરૂણ જેટલીએ દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમજ તેમણે ઇ.સ. 1977માં વકીલાતનો અભ્યાસ પુર્ણ કર્યો હતો.
  • કોલેજકાળ દરમિયાન જ તેઓ છાત્ર રાજનીતિમાં સક્રિય થયા હતાં. તેઓ દિલ્હી યુનિવર્સીટીમાં સ્ટુડન્ટ યુનિયનનાં અધ્યક્ષ પણ રહી ચુક્યા હતાં. તેમ છતાં તેઓ અભ્યાસમાં ખુબ જ તેજસ્વી વિદ્યાર્થી રહ્યા હતાં. તે દરમિયાન જ જ્યારે દેશમાં કટોકટી લાદી દેવામાં આવી તો અરૂણ જેટલીને પણ 19 મહિના માટે નજરકેદ કરી લેવામાં આવ્યા હતાં. જ્યારે તેમને નજર કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારબાદ તરત જ તેમણે જનસંઘ સાથેે જોડાઇ ગયા હતાં.
  • અરૂણ જેટલીએ સુપ્રિમ કોર્ટમાં તેમજ દેશનાં અનેક રાજ્યોની હાઇકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. ઇ.સ. 1990માં દિલ્હી હાઇકોર્ટે તેમને સિનીયર એડવોકેટની માન્યતા આપી હતી. અરૂણ જેટલી પહેલી વખત મીડિયામાં ત્યારે હાઇલાઇટ થયા, જ્યારે કેન્દ્રની વી.પી.સિંહ સરકારે તેમને એડિશ્નલ સોલિસીટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમણે બોફોર્સ કૌભાંડનું પેપરવર્ક કર્યુ હતું.
  • જેટલીનાં ક્લાયન્ટમાં દરેક પાર્ટીનાં લોકો હતાં આ સાથે જ અનેક મલ્ટીનેશનલ કંપનીઓ પણ હતી. તેમણે જનતા દળનાં શરદ યાદવથી લઇને કોંગ્રેસનાં માધવરાવ સિંધીયા અને ભાજપ નેતા લાલકૃષ્ણ આડવાણી સુધી તમામ નેતાઓનાં કેસ લડ્યા હતાં. તેમણે સુપ્રિમ કોર્ટમાં પેપ્સીનો કેસ પણ લડ્યો હતો. ત્યારબાદ કોકાકોલા કંપનીએ પણ તેમને પોતાનાં એક કેસમાં વકીલ બનાવ્યા હતાં. 2009માં તેઓ રાજ્યસભામાં વિપક્ષનાં નેતા તરીકે નિયુક્ત કરાયા હતાં. ત્યારથી જ તેમણે પોતાની વકીલાતની પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી.
  • જેટલી પહેલા અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી બન્યા હતાં. ત્યારબાદ તેઓ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકારમાં પણ કેબિનેટ મંત્રી બન્યા હતાં. ભારત સરકારનાં અનેક મંત્રાલયોમાં તેમણે પોતાની સેવા આપી હતી.
  • અરૂણ જેટલીએ સંગીતા ડોગરા સાથે લગ્ન કર્યા હતાં. તેણી જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ વિત્ત પ્રધાન ગિરધારી લાલ ડોગરાની દિકરી છે. સ્વ.જેટલીને સંતાનમાં એક દિકરો રોહન અને દિકરી સોનાલી છે, બન્ને વકીલ છે. અરૂણ જેટલીને બે ભાઇ છે.
  • ભાજપનો મુખ્ય ચહારે ગણાતા જૂના જનસંઘ નેતા અરૂણ જેટલીનો જન્મ 28,ડિસેમ્બર-1952નાં રોજ દિલ્હીમાં થયો હતો. તેઓ 66 વર્ષનાં હતાં.
  • અરૂણ જેટલીએ ભારતીય જનતા પાર્ટીમાં અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યુ છે. તેઓ અનેક રાજ્યોમાં પાર્ટી પ્રભારી પણ રહી ચુક્યા છે. અનેક રાજ્યોમાં ચૂંટણી અભિયાનનું સંચાલન કર્યુ પરંતુ તેઓ ખુદ ક્યારેય લોકસભા ચૂંટણી જીતી શક્યા નથી. તેઓ ચાર વખત સાંસદમાં પહોંચ્યા છે, તે પણ રાજ્યસભાનાં માધ્યમથી. વર્ષ 2000માં તેઓ પહેલી વખત ગુજરાતમાંથી રાજ્યસભાનાં સભ્ય તરીકે સંસદ પહોંચ્યા. ત્યારબાદ તેઓ વર્ષ 2018 સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતાં. ત્યારબાદ 2018માં તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાનાં સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા.
  • અરૂણ જેટલી દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં એક પ્રશાસક તરીકે પણ જોડાયેલા રહ્યા હતાં. તેઓ દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસીએશનનાં અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતાં. આ સાથે જ તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં ઉપાધ્યક્ષ પણ રહ્યા હતાં. તેમજ ઇન્ડિયન પ્રિમીયર લીગ(IPL)ની ગવર્નીંગ કાઉન્સિલનાં સભ્ય તરીકે પણ રહ્યા હતાં.

READ ALSO

Related posts

સોનિયા ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસે આપી આ શુભેચ્છા, જાણશે તો થઈ જશે ખુશ

Mayur

નમામિ દેવી નર્મદે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના નીરના વધામણાં કર્યા

Mayur

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!