GSTV

Health / યુવાનીમાં દાંતની નબળાઈ બની શકે છે ચિંતાનો વિષય, આજે જ અજમાવો આ ઘરેલુ ઉપાય અને કરો યોગ્ય નિદાન

Last Updated on September 22, 2021 by Zainul Ansari

દાંત એ આપણા શરીરનો એક ખુબ જ મહત્વનો ભાગ છે જેના દ્વારા આપણે આખા વિશ્વભરની સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકીએ છીએ. સામાન્ય રીતે જ્યારે બાળકને દુધિયા દાંત આવતા હોય છે ત્યારે તે નબળા હોય છે પરંતુ, જો આ દાંત યુવાની સુધી નબળા રહે તો તે એક ચિંતાનો વિષય સાબિત થઇ શકે છે . આજે આ લેખમાં અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું કે, જે તમારા દાંતને મજબૂત બનાવવામાં અને તમારા દાંતની તંદુરસ્તી જાળવવામાં સહાયરૂપ સાબિત થશે.

પૌષ્ટિક આહાર :

કેલ્શિયમથી ભરપૂર આહાર લેવો દાંત માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. કેલ્શિયમ ધીમે-ધીમે દાંતને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે. તમારે તમારા દૈનિક ભોજનમા ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ કરવો પડશે.

હળદર પાવડર અને કાળા મરી :

આ બંને પ્રાકૃતિક વસ્તુઓનુ મિશ્રણ તમારા દાંતની તકલીફને દૂર કરવામાં અસરકારક સાબિત થઇ શકે છે. રસોઇઘરના આ બંને મસાલાઓ એકસમાન માત્રામાં લઇ લો. આ મિશ્રણને તમે તમારા દાંતના એ ભાગ પર મસાજ કરો કે, જે નબળા છે અને ત્યારબાદ તમારા મોઢાને સ્વચ્છ પાણીથી સાફ કરી લો.

હાઇડ્રોજન પેરોકસાઇડ :

હાઇડ્રોજન પેરોક્સાઇડ નબળા દાંતની સમસ્યા તથા તેની આસપાસના બેક્ટેરિયાને દૂર કરે છે. દાંતમાં સૂક્ષ્મજીવાણુઓના ચેપને કારણે પોલાણ અથવા તકતીની સમસ્યા સર્જાય છે, જેના કારણે દાંત જડબાથી અલગ થવા લાગે છે અથવા કહીએ તો તે એવી રીતે નબળા પડી જાય છે કે તે બહાર નીકળી જશે. આ કિસ્સામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ તમારા દાંત માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

Gargling to prevent colds – just a Japanese old wives' tale? - Japan Today

મીઠાના પાણીના કોગળા કરો :

મીઠાના પાણીના કોગળા તમારા દાંતની તંદુરસ્તી માટે ખુબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડની જેમ જ મીઠાનું પાણી અસરકારક જંતુનાશક છે. આ પાણી તમારા મોઢામાં છુપાયેલા બેક્ટેરિયાને દૂર કરવામાં સહાયરૂપ સાબિત થશે અને તમારા દાંતને મજબૂત બનાવવા માટે પણ ઉપયોગી સાબિત થશે.

આ બાબતો અંગે રાખવી સાવચેતી :

એસિડિક પીણાં એટલે કે સાઇટ્રસ ફળોના રસ અને સોડાનો વપરાશ મર્યાદિત કરો. એક વાટકીમાં પૂરતું પાણી પીવો જેથી મોઢું સૂકું ન લાગે. ખાંડ મુક્ત ગુંદર ચાવવું. ફ્લોરાઇડ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો.

Read Also

Related posts

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!