સોશિયલ નેટવર્કિંગ સાઈટ Twitterને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર (Tooter) શરૂ થઈ ગયુ છે. સ્વેદેશી નેટવર્ક ટૂટરને મેડ ઈન ઈંડિયા હેઠળ શરૂ કરવામાં આવ્યું છે અને ઈન્ટરનેટ પર લોકોની વચ્ચે ચર્ચામાં પણ બનેલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા લોકોને ટૂટર પર પોતાનું એકાઉન્ટ બનાવી લીધુ છે.

આ વર્ષે જૂન-જુલાઈમાં થયુ હતું શરૂ
Tooter ને આ વર્ષે જૂન-જૂલાઈમાં શરૂ કરવામાં આવ્યુ હતુ, પરંતુ લોકોની વચ્ચે હવે ચર્ચામાં આવ્યું છે. ટૂટરે સાઈટ પર About US સેક્શનમાં જણાવ્યું છે, ‘અમારું માનવુ છે કે, ભારતમાં એક સ્વદેશી સોશિયલ નેટવર્ક હોવુ જોઈએ. ટૂથર અમારી સ્વદેશી આંદોલન 2.0 છે. આ આંદોલનમાં અમારી સાથે જોડાવ.’
પીએમ મોદી સહિત આ હસ્તિઓએ બનાવ્યુ એકાઉન્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટૂટર પર વેરિફાઈડ એકાઉન્ટ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સદગુરુ પણ ટૂટર પર હાજર છે. તે સિવાય બીજેપી (BJP) નું પણ ટૂટર પર સત્તાવાર એકાઉન્ટ છે.
શું છે ટૂટર પર અને કેવી રીતે કરી શકો છો વપરાશ
Tooter ની ડિઝાઈન અને ઈન્ટરફેસ પૂર્ણ રીતથી Tweeter ની જેમ જ છે અને તેના લોકોમાં નીલા રંગનું શંખ બનેલુ છે. ટૂટર પર એકાઉન્ટ બનાવ્યા બાદ તમે લોકોને જોડી શકો છો. ન્યૂઝ ફીડમાં અન્ય લોકોની પોસ્ટ જોઈ શકો છો અને ખુદ પણ ટ્વીટ કરી શકો છો. ટૂટર એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને તેનો વપરાશ વેબસાઈટ Tooter.in પર પણ કરી શકાય છે. જોકે, iOS યૂઝર્સ માટે અત્યારે એપ ઉપલબ્ધ નથી. ટૂટર પર નામ, ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી એકાઉન્ટ બનાવી શકાય છે.
READ ALSO
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો
- અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો