GSTV
Home » News » ગરીબીના કારણે અહીંની મહિલાઓ પીરિયડ્સમાં કરે છે અખબાર-પાંદડાનો ઉપયોગ

ગરીબીના કારણે અહીંની મહિલાઓ પીરિયડ્સમાં કરે છે અખબાર-પાંદડાનો ઉપયોગ

પૅડમેન ફિલ્મ બાદ ભારતમાં જ્યાં લોકો પીરિયડ્સ (માસિક) પર ખૂલીને વાત કરવા લાગ્યાં છે ત્યારે સરકારે પણ સૅનિટરી નૅપકિન્સ પરથી GST હટાવી દીધો છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં મહિલાઓ સેનિટરી નૅપકિન્સ ખરીદવા માટે સક્ષમ નથી. ઝિમ્બાબ્વેની છોકરીઓ પીરિયડ્સ દરમ્યાન ઘરમાં બનેલા તકીયાને ફાડીને તેમાં ભરેલા જૂના કપડાં નીકાળે છે અને તેનો ઉપયોગ નૅપકિન્સના બદલે કરે છે. જેનું મુખ્ય કારણ છે સેનિટરી નૅપકિનની કિંમત ખૂબ જ વધારે છે.

ઝિમ્બાબ્વે નિવાસી 15 વર્ષની મારિયા માટે પીરિયડ્સ (માસિક)નો અર્થ છે શાળામાં રજા લેવી. કારણકે તેણીને ભારે બ્લિડિંગ થાય છે અને જૂના કપડાંથી બનેલા સેનેટરી પેડ પર્યાપ્ત હોતા નથી. મારિયાના ખેડૂત માતા-પિતા અને તેનો બોયફ્રેન્ડ તેણીના સેનિટરી નેપકિન ખરીદવામાં સક્ષમ નથી. આ સ્થિતિ પરથી એવુ કહી શકાય કે ઝિમ્બાબ્વે સેનિટરી નેપકિનથી ઝઝૂમી રહ્યુ છે. સેનિટરી પેડ્સની ખરીદી કરવામાં અસક્ષમ મોટાભાગે શાળાએ જનારી છોકરીઓ પોતાના શિક્ષક પાસેથી મળતા દાન પર નિર્ભર રહે છે. એટલું જ નહીં, છોકરીઓ જૂના અને ફાટેલા અખબારોનો ઉપયોગ કરવા માટે મજબૂર છે.

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં સેંકડો છોકરીઓ અને મહિલાઓએ રાજધાનીમાં ભેગા થઈ માર્ચ યોજી હતી. જેનું નામ ‘હેપી ફ્લો કેમ્પેન’ રાખવામાં આવ્યું અને સરકાર પાસેથી આવા સેનિટરી વેરની માંગ કરી. જેને ખરીદી શકાય. ઝિમ્બાબ્વેની ફર્સ્ટ લેડી ઑક્જિલિયા નાંગાગ્વાએ ગરીબ મહિલાઓ અને બાળકોને મફત સેનિટરી નેપકિન વહેંચ્યા હતા અને હવે દેશમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી આશા સેવાઈ રહી છે કે સેનિટરી નેપકિનનુ આ સંકટ થોડુ ઓછુ થાય.

ઝિમ્બાબ્વેમાં સેનિટરી નેપકિન ખરીદવુ એક પડકાર છે, કારણકે મોટાભાગના પરિવાર પ્રતિદિન 1 ડૉલરથી પણ ઓછી આવક પર જીવન જીવી રહ્યાં છે. તેમણે જણાવ્યુ કે જો ઝિમ્બાબ્વેમાં તમારે સેનિટરી નેપકિનનુ એક પેકેટ ખરીદવુ હોયો તો પણ તેના માટે તમારે ઓછામાં ઓછા 5 ડૉલર ચૂકવવા પડશે. જે મોટાભાગના પરિવારોના હાથમાં નથી.

વર્ષ 2015માં ઝિમ્બાબ્વેમાં સેનિટરી નેપકિનનુ એક પેકેટ 1 ડૉલરમાં મળતુ હતુ, પરંતુ ત્યારબાદ દેશમાં ભયંકર આર્થિક સંકટ ઉભુ થયું. ઝિમ્બાબ્વેમાં છેલ્લા 2 વર્ષથી રોકડની ભયંકર અછત છે. ઝિમ્બાબ્વેમાં સેનિટરી નેપકિનનુ ઉત્પાદન કરવાવાળી કંપની ક્લોવિટ ઈન્વેસ્ટમેન્ટ્સે દેશમાં 4 વર્ષ પહેલા જ કામ બંધ કર્યુ હતું અને હવે દેશમાં સેનિટરી નેપકિન પાડોશી દેશ દક્ષિણ આફ્રિકા પાસેથી આયાત કરાય છે, જેને કારણે કિંમત ઘણી વધી જાય છે.

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!