GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મુખ્યપ્રધાનનું 191 કરોડનું જાજરમાન એર ક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરશે, વિવાદથી બચવા કોઈ કાર્યક્રમ નહીં

ગુજરાત

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું 191 કરોડનું Bombardier Challenger 650 એર ક્રાફ્ટ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરશે. આ એર ક્રાફ્ટ ટ્રાયલ બેજ પર ઉડાન ભરશે. ત્યારે વિવાદો ન થયા તે માટે કોઈ કાર્યક્રમ યોજાવામાં નહીં આવે. આ એર ક્રાફટને આવતી કાલથી રાજ્ય સરકાર ઉપયોગમાં લેવાની શરૂઆત કરશે. હાલ એર ક્રાફટને અમદાવાદ એરપોર્ટ પર રાખવામાં આવ્યું છે.

વિમાનની ખરીદી લંબાતી જતી હતી

એક કલાકમાં 890 કિલોમીટર જેટલી લાંબી સફર કરી શકતું આ એર ક્રાફ્ટ માત્ર વિજય રૂપાણી જ નહીં પણ રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો તેમજ વીવીઆઈપી મહેમાનો પણ તેમાં બેસી ઉડાન ભરી શકશે. લગભગ બે વર્ષના લાંબા સમય બાદ રાજ્ય સરકારને નવું વિમાન મળ્યું છે. આ પહેલા સરકારે પોતાના અંદાજપત્રમાં એરક્રાફ્ટની ખરીદીની વાત મુકી હતી પણ તે કોઈને કોઈ કારણોસર લંબાતી જતી હતી. જૂનું એર ક્રાફ્ટ ખૂબ ખર્ચાળ સાબિત થઈ રહ્યું હતું. તેને સાચવવાનું મેન્ટેનન્સ ભારે પડી જતું હતું.

20 વર્ષ સુધી ચલાવ્યું એક જ વિમાન

ગુજરાત સરકાર પાસે હાલ રાજ્યમાં બીક્રાફ્ટ સુપર કિંગ 200 ટર્બોપ્રોપ વિમાન છે જેનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી એટલે કે 20 વર્ષ જેટલા લાંબા સમયગાળાથી બીક્રાફ્ટ સુપર કિંગ 200 ટર્બોપ્રોપ વિમાન કાર્યરત હતું. પણ બાદમાં તેનું મેન્ટેનન્સ મોંઘુ આવતું હોવાના કારણે સરકારે નવું વિમાન ખરીદવાની તૈયારી દાખવી હતી. જેમાં ઉપર જણાવ્યું તે મુજબ બે વર્ષ જેટલો લાંબો સમયગાળો નીકળી ગયો હતો.

વિમાનની ખાસિયત

રેન્જ7000 કિલોમીટર
ઉડાન ક્ષમતા890 કિલોમીટર પ્રતિ કલાક
સીટ12

લાંબા અંતરની કરી શકાશે મુસાફરી

થોડાં સમય પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા અને આ પહેલા ઈઝરાયલના પ્રવાસે ગયા હતા. હવે મુખ્યપ્રધાનને કોઈ બીજા દેશની મુસાફરી કરવાની રહેશે તો તેઓ આ પ્લેનથી આરામથી કરી શકશે. અત્યાર સુધીની સ્થિતિ એવી હતી કે મુખ્યપ્રધાને લાંબા અંતરની મુસાફરી કરવા માટે પ્લેન ભાડે લેવા પડતા હતા. હવે એ સમસ્યામાંથી પણ ગુજરાત સરકારને છુટકારો મળ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ પહોંચ્યા સરકારના અધિકારીઓ ,આગની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ

Bansari

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, આ રીતે આગે લીધું વિકરાળ સ્વરૂપ

Bansari

પાકિસ્તાનને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, સુરક્ષા દળોએ આપ્યો જડબાતોડ જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!