GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી ઈફેક્ટ / આવતીકાલે મુખ્યમંત્રી અમદાવાદીઓને આપશે 187 કરોડની ભેટ, પરિમલ ગાર્ડન, ખોખરા બ્રિજ સહિતનું થશે લોકાર્પણ

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુને વધુ લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. 9 તારીખે મંગળવારના રોજ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા 187 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ ખાતમુહૂર્ત, લોકાર્પણ કરાશે. જેના લોકાર્પણ થવાના છે તેમાં ખોખરા બ્રિજ, કાંકરિયા ટ્રેન, પરિમલ ગાર્ડન, નિકોલ ગાર્ડન, ચાંદખેડા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ

કાંકરિયા ખાતેની અટલ એક્સપ્રેસ આવતીકાલથી ફરી દોડશે

અમદાવાદના કાંકરિયા તળાવ ફરતે દોડતી અટલ એક્સપ્રેસ સ્વર્ણિમ એક્સપ્રેસની મજા હવે ફરી માણી શકાશે. પાટા બદલવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રેન મુલાકાતીઓ માટે બંધ હતી કામગીરી પૂર્ણ થતાં. તેના ટ્રાયલ લેવાઈ ગયા છે.

અમદાવાદ

9 ઓગસ્ટનાં રોજ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરતા ટ્રેન ફરી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે. કાંકરિયાના વિવિધ આકર્ષણો છે. તેમાંનું એક અટલ અને સ્વર્ણિમ એક્સપ્રેસ છે. કાંકરિયાની ફરતે મુસાફરી કરાવતી આ ટ્રેન મુસાફરોને આકર્ષતી હતી, પરંતુ તેના પાટા ખરાબ થઈ જતા 14 માસનાં લાબા સમયથી બંધ હતી. મહત્વની વાત એ છે કે ટ્રેન ફરી ચાલુ થઈ જશે પણ પાટા કેટલા ટકશે તે પ્રશ્ન છે? જે પટા નાખવામાં આવ્યા છે તે રેલવે તંત્ર પાસેથી જુના પાટા લેવામાં આવ્યા છે. ૫૦ લાખનાં ખર્ચે જુના પાટા લેવામાં આવ્યા અને તેને નાખવા ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

pratikshah
GSTV