GSTV
Gujarat Government Advertisement

દીદીની હેટ્રિક/ આવતી કાલે મમતા સતત ત્રીજી વખત બંગાળના સીએમ પદે શપથ લેશે, ભાજપે કર્યો આ દાવો

મમતા

Last Updated on May 4, 2021 by Bansari

પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર બનવા જઇ રહી છે, પાંચમી મેએ મમતા બેનરજી સતત ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. આ પહેલા સોમવારે મમતા બેનરજીને ટીએમસીના ધારાસભ્યોએ વિધાનસભામાં પાર્ટીના નેતા તરીકે પસંદ કર્યા હતા. જ્યારે સાંજે મમતા બેનરજી રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા.

મંત્રીમંડળમાં સમાવેશ થનારા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે

પક્ષની બેઠક બાદ ટીએમસીના નેતા અને શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું હતું કે બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે. જેમાં મમતા બેનરજી સતત ત્રીજી વખત મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. સાથે તેમના મંત્રીમંડળમાં સમાવેશ થનારા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. મમતા બેનરજી નંદીગ્રામ સીટ પર હારી ગયા હતા, જેને પગલે તેઓએ અહીં ફરી મતગણતરીની માગણી કરી હતી. મમતાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પરિણામો જાહેર થયા તેના એક દિવસ અગાઉ નંદીગ્રામમાં ગડબડ કરાઇ હતી.

મમતા બેનરજીની સ્પષ્ટ બહુમત વાળી સરકાર

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે ઐતિહાસિક ૨૧૩ બેઠક મેળવી છે જ્યારે ભાજપને ૭૭ બેઠકો જ મળી હતી. કોંગ્રેસ અને ડાબેરી પક્ષને એક પણ બેઠક પર જીત નહોતી મળી. જેને પગલે મમતા બેનરજીની સ્પષ્ટ બહુમત વાળી સરકાર બનવા જઇ રહી છે. જોકે મમતા બેનરજી ભાજપના ઉમેદવાર સુવેંદુ અધિકારી સામે નંદીગ્રામ બેઠક પર હારી ગયા હતા, મમતાએ અહીં ફરી મતગણતરીની માગ કરી સાથે દાવો કર્યો હતો કે ચૂંટણી અધિકારીના જીવને જોખમ હોવાથી તેઓ ફરી મતગણતીરી કરતા ડરી રહ્યા છે. મમતાએ સાથે દાવો કર્યો હતો કે તેઓ નંદીગ્રામ બેઠક પર ફરી મતગણતરી માટે કોર્ટ જશે.

મમતા

ભાજપે પશ્ચિમ બંગાળમાં હિંસા બદલ મમતા પર આરોપો લગાવ્યા

મમતાએ દાવો કર્યો હતો કે સ્થાનિક પોલિંગ ઓફિસર ફરી મતગણતરીનો આદેશ આપે તો તેમના જીવને જોખમ છે. આત્મહત્યા પણ કરી શકે છે. મમતાએ દાવો કર્યો હતો કે નંદીગ્રામમાં ચાર કલાક સુધી સર્વર ડાઉન હતું, મને તો રાજ્યપાલે પણ જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ ભાજપે પશ્ચિમ બંગાળમાં હિંસા બદલ મમતા પર આરોપો લગાવ્યા હતા. સાથે દાવો કર્યો હતો કે ચંૂટણી પરિણામો જાહેર થયા તે બાદ અમારા ચાર કાર્યકર્તાઓની બંગાળમાં હત્યા કરી દેવામાં આવી છે. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગિયએ દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામો બાદ અમારા ચાર કાર્યકર્તાઓની હત્યા કરી દેવાઇ અને ૪ હજાર જેટલા ઘરોમાં તોડફોડ કરાઇ છે.

મમતાને લોકોએ મત આપી વિજય બનાવ્યા જ્યારે તેમની જવાબદારી બને છે કે તેઓ રાજ્યના નાગરિકોનું રક્ષણ કરે પણ તેઓ ખુલ્લેઆમ હિંસા થઇ રહી હોવા છતા કોઇ જ પગલા નથી લઇ રહ્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!