GSTV

મોટા સમાચાર/ મોદી સરકાર આવતીકાલે રજુ કરશે 125 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે અને શું છે કારણ…

સરકાર નેતા સુભાષચંદ્ર બોઝના જન્મદિને 125 રૂપિયાના સિક્કા જાહેર કરશે. 23 જાન્યુઆરીએ આઝાદ હિંદ ફૌઝના સંસ્થાપક નેતાજી સુભાશચંદ્ર બોઝનો જન્મદિવસ છે. સરકાર એજ તકને ધ્યાને રાખી સિક્કાને રજુ કરશે. જોકે, આ પહેલા પણ 125 રૂપિયાનો સિક્કો રજુ થઈ ચૂકયો છે.

ટ્રેનનું નામ બદલીને રાખ્યું નેતાજી એકસપ્રેસ

ભારતીય રેલ્વેએ પણ નેતાજીની 125મી વર્ષગાંઠ પર હાવડા-કાલકા મેલનનું નામ ‘નેતાજી એકસપ્રેસ’ કર્યું. પહેલા પણ રજુ કરાયો હતો 125 રૂપિયાનો સિક્કો આ પહેલા 29 ઓકટોબર 2019માં પ્રસિદ્ધ્ યોગી અને યોગદા સત્સંગ સોસાયટી ઑફ ઈન્ડિયા તેમજ સેલ્ફ-રિયલાઈઝેશન ફેલોશીપના સંસ્થાપક પરમહંસ યોગાનંદની 125મી જયંતી પર નાણામંત્રી નિર્મલા સીતારમણે 125 રૂપિયાના સ્મારક સિક્કાને રજુ કર્યો હતો. પરમહંસ યોગાનંદને પશ્ચિમી દેશોમાં યોગ પિતા તરીકે જણાય છે.

નેતાજીની 125મી વર્ષગાંઠ પર 125 રૂપિયાનો સિક્કો

સિક્કાની પાછળના ભાગમાં નેતાજીનું ચિત્ર હશે. તેના એકદમ ઉપર હિન્દીમાં લખ્યું હશે નેતાજી સુભાષચંદ્ર બોઝનું 125મી જયંતીનું વર્ષ. નિચેના ભાગમાં લખ્યું હશે ‘125TH BIRTH ANNIVERSARY YEAR OF NETAJI SUBHAS CHANDRA BOSE’નીચે દર્શાવેલુ વર્ષ 2021 અંકિત હશે.

કેવી હશે સિક્કાની બંન્ને બાજુ

સિક્કાની આગળના ભાગમાં વચ્ચે અશોકસ્તંભની આકૃતિ હશે. આ આકૃતિની નીચે સત્યમેવ જયતે લખ્યુ હશે. ડાબા પરિઘ પર દેવનગરીમાં ભારત અને જમણા પરિઘ પર અંગ્રેજીમાં INDIA અંકિત કરેલુ હશે. અશોક સ્તંભના એકદમ નીચે રૂપિયાના પ્રતિક ચિન્હ સાથે અંકોમાં સિક્કાનું મુલ્ય એટલે 125 લખેલુ હશે.

કેવો હશો 125 રૂપિયાનો સિક્કો

125 રૂપિયાનો સિક્કો ગોળ આકારનો હશે. બહારનો આકાર 44 મિલીમીટર હશે. કિનારા પર તેની 200 પટ્ટાઓ બનેલા હશે. આ સિક્કો 4 ઘાતુઓથી મળીને બનાવાયો છે. જેમાં 50 ટકા ચાંદી હશે, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસત છે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે.

‘પરાક્રમ દિવસ’ પર રજુ થશે 125 રૂપિયાનો સિક્કો

23જાન્યુઆરીએ આઝાદ હિંદ ફૌઝના સંસ્થાપક નેતાજી સુભાશચંદ્ર બોઝની 125મી વર્ષગાંઠ છે. આ અવસર પર ભારત સરકાર 125 રૂપિયાનો મુલ્યનો સિક્કો રજુ કરશે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!