GSTV

6 મહાનગરપાલિકાઓનું આવતીકાલે પરિણામ, 8 વાગે શરૂ થશે મત ગણતરી

6 મનપાની ચૂંટણી પૂર્ણ થઇ છે. જેમાં આવતીકાલે મત ગણતરી થવા જઇ રહી છે. જેમાં વાત કરીએ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતની તો હાલમાં તમામ શહેરોના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે. જે બાદ આવતીકાલે સવારે મત ગણતરીની પ્રકિયા સવારે 8 વાગ્યાથી શરૂ થશે.

વાત કરીએ રાજકોટની તો  18 વોર્ડના ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયેલું છે જેનું ચિત્ર બપોરના 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઇ જાય તેવી શકયતા છે. રાજકોટમાં કુલ 6 જગ્યાએ મત ગણતરી થશે. તો અમદાવાદમાં ગુજરાત કોલેજ તથા એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં મત ગણતરી યોજાશે.

તો વડોદરામાં પણ મત ગણતરી પૂર્વે  ઇવીએમના સ્ટ્રોંગ રૂમ ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો સુરતમાં પણ 484 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થયા છે. તમામ ઇવીએમ મશીનો મુખ્ય બે મથકોના સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા છે. પીપલોદ અને મજુરાગેટ સ્થિત ગાંધી એન્જીનીયરીંગ કોલેજના મુખ્ય બે મથકો પરથી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ

pratik shah

જલ્દી કરો / આ રીતે બુક કરો રાંઘણ ગેસ, 50 રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર

Mansi Patel

અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!