GSTV

ગુજરાતમાં અાવતીકાલે ખેડૂતોનું અાંદોલન છતાં અા કારણોથી ભાજપ સરકાર નિશ્વિત

રાષ્ટ્રીય કિસાન સંગઠને રૃપાણી સરકાર સામે મોરચો માંડયો ૧લી જૂને ગુજરાતમાં ગામડાં બંધનું અેલાન અાપ્યું છે. શું ગુજરાતમાં અેક દિવસ વિરોધ કરીને ખેડૂતોને ઉદ્ધાર થવાનો છે. ગુજરાતમાં ભાજપ હોય કે કોંગ્રેસની સરકાર ખેડૂતો અાજે પણ પોતાના સારા-નરસાનું ધ્યાન પોતે જ રાખે છે. ગુજરાતના ખેડૂતો કોઈના દોરવાયા દોરવાય તેવી સ્થિતિ ન હોવાથી અાવતીકાલનું અાંદોલન રાજ્યમાં સફળ જશે કે તિકડમ સાબિત થશે અે તો સમય જ બતાવશે.  ખેડૂતો દૂધ, શાકભાજી,અનાજ વેચશે નહીં તેવું અેલાન કરાયું છે.  સ્વામીનાથનના ભલામણોનો સ્વીકાર કરવામાં ભાજપ સરકારના ઠાગાઠૈયા કરી રહી હોવાના અારોપ મૂકાઈ રહ્યાં છે. એક દિવસીય હડતાળ માટે ગઈકાલે બેઠક મળી હતી. વર્તમાન ભાજપ સરકારના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

અનેક પ્રશ્નોથી ખેડૂતો પિડાઇ રહ્યા છે તેમ છતાંય ભાજપ સરકાર ઘોર નિંદ્રામાં પોઢી રહી છે ત્યારે રાષ્ટ્રીય કિસાન સંગઠને રુપાણી સરકાર સામે મોરચો માડયો છે. રાષ્ટ્રીય કિસાનસંઘે ૧લી જૂને ગુજરાતભરમાં ગામડા બંધનુ એલાન આપ્યુ છે. આ દિવસે ખેડૂતો દૂધ, શાકભાજી, અનાજ વગેરેનુ વેચાણ ન કરે તે માટે ખેડૂતોનો સહયોગ માગ્યો છે. શું ખરેખર ગુજરાતમાં શક્ય છે.? ગુજરાતમાં સમસ્યાઅોની ભરમાર છે. ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા અે હકિકત છે. ગુજરાતમાં સ્થિતિ દેશની જેમ છે. ગુજરાતમાં કૃષિ પ્રગતિ થઈ હોય અને ખેડૂતો માલામાલ થઈ ગયા હોય તેવી નક્કર હકિકતો નથી પણ ગુજરાતી પ્રજા અને ગુજરાતનો ખેડૂતો અાંદોલનોમાં જોડાય તેવી સંભાવના અોછી છે અેટલે જ ભાજપ સરકાર નિશ્વિત છે.

અનેક સમસ્યાઓને લીધે ખેડૂતો બેહાલ

રાષ્ટ્રીય કિસાન સંગઠને એવો આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારે ખેડૂતોને સકંજામાં લેવા પ્રયાસો કર્યા છે. અનેક સમસ્યાઓને લીધે ખેડૂતો બેહાલ બન્યા છે. રાજકીય દબાણ હેઠળ સરકાર ભૂમિ અધિગ્રહણ જેવા કાળા કાયદા ઘડી રહી છે. મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યાં. હજુ સુધી સ્વામીનાથન કમિટીની ભલામણોનો સ્વિકાર કરાયો નથી.ખેત ઉત્પાદનના દોઢ ગણાં ભાવ આપવાના વાયદા ય હજુ કેન્દ્ર સરકારે પાળ્યા નથી. આ સંજોગોમાં ખેડૂતોને ન્યાય મળે તે દિશા એક દિવસીય પ્રતિક હડતાળનુ એલાન કરાયુ છે.

Related posts

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

Ankita Trada

કોરોનાનો ઘાતક ચહેરો, અમદાવાદ જિલ્લો 53 કેસ સાથે દેશમાં આ સ્થાન પર પહોંચ્યો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!