પુલવામા હુમલા પછી ભારતના ખેડૂતો અને વેપારીઓએ સ્વંયભૂ સૈન્યના સમર્થનમાં પાકિસ્તાનનો અનોખો વિરોધ કરીને ભારતની ચીજ-વસ્તુઓની નિકાસ અટકાવી દીધી છે. મધ્યપ્રદેશના ખેડૂતો-વેપારીઓએ પાનની નિકાસ અટકાવીને પાક.ને વધુ એક ફટકો આપ્યો છે.
સીઆરપીએફના જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો તે પછી પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે વિવિધ મોરચે ઘેરવાની ભારતે નીતિ અપનાવી છે. એમાં ભારતના ખેડૂતો ને વેપારીઓ પણ સ્વૈચ્છિક રીતે જોડાયા છે. અગાઉ ભારતના નિકાસકારો અને ખેડૂતોએ મળીને ટમેટાની નિકાસ અટકાવી દીધી હતી. એ જ રીતે હવે મધ્યપ્રદેશના ખેડૂતો અને નિકાસકારોએ પાનની નિકાસ અટકાવી દીધી છે.

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ખેડૂતો પાનના ઉત્પાદનમાં મોખરે રહે છે. આ વિસ્તારના પાનની ડિમાન્ડ ભારત ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ રહે છે. છત્તરપુર, ગઢીમલહરા, મહારાજપુર, પિપટ, પનાગર અને મહોબા વગેરેના પાન ઉત્પાદક ખેડૂતો અને નિકાસકારોએ પાકિસ્તાનને પાનની સપ્લાય અટકાવી દીધી છે. પાકિસ્તાનના પાન શોખીનો હવે આ પાન માટે તરસશે.
મધ્યપ્રદેશના આ વિસ્તારમાંથી સપ્તાહમાં ૧૫૦ બંડલ પાન પાકિસ્તાન પહોંચે છે. એક બંડલની કિંમત લગભગ ૩૦ હજાર રૃપિયા થતી હોય છે. તે હિસાબે આ વિસ્તારના ખેડૂતો સપ્તાહમાં લગભગ ૧૫ લાખ રૃપિયાના પાનની નિકાસ કરે છે. આ નિકાસ અટકી જતાં સપ્તાહમાં ૧૫ લાખની ખોટ આવી શકે છે, પરંતુ એની ભરપાઈ કરવા માટે અન્ય માર્કેટ તરફ નજર દોડાવાશે.
- ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ
- આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો
- ‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે
- ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ
- દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, હથિયારો અને દારૂગોળા સાથે 6ની ધરપકડ
અન્ય દેશ કે શહેરોમાં નિકાસ વધારવામાં આવશે, પરંતુ અત્યારે પાકિસ્તાનને પાન ન આપવાનો નિર્ણય આ ખેડૂતોએ કર્યો હતો. અગાઉ મધ્યપ્રદેશના જ ઝાબુઆ વિસ્તારના ખેડૂતોએ માતબર ટમેટાની નિકાસ અટકાવી દીધી હતી. એ કારણે પાકિસ્તાનના સીમાવર્તી વિસ્તારોમાં ટમેટાના ભાવમાં માતબર ઉછાળો આવ્યો હતો.