GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મોંઘવારીનો મારઃ શાકમાં ટામેટાએ છીનવ્યો સ્વાદ, ભાવ થયો 90ને પાર

કોરોના કાળમાં હવે ટામેટા સહિત લીલી શાકભાજીઓએ ખાવાના સ્વાદને ખરાબ કરવાનું શરૂ કરી દીધું છે. જે ટામેટા થોડા દિવસ પહેલા રૂપિયા 10થી 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વહેંચાઈ રહ્યાં હતાં. તેનો ભાવ હવે 70થી 90 રૂપિયા પ્રતિકિલોગ્રામ સુધી પહોંચ્યો છે. માત્ર ટામેટા જ નહીં તેની સાથે લીલી શાકભાજીની કિંમતમાં પણ વધારો થવા લાગ્યો છે. ત્યાં સુધી કે બટેટાના ભાવમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. કેટલાક દિવસ પહેલા ટમેટાનો ભાવ 10થી 15 રૂપિયા પ્રતિકિલોગ્રામ હતો, પણ હવે તે 90 રૂપિયાને પાર થયો છે. દરેક શાકભાજીમાં ટમેટાનો વપરાશ થતો હોય છે. તેવામાં સામાન્ય માણસને તો ટમેટા ખરીદવા પણ મુશ્કેલ બન્યાં છે.

કેમ મોંઘા થયા ટામેટા

ગુજરાત અને દિલ્હીમાં મોટા પ્રમાણમાં ટામેટાની આવક થઈ હતી. પરંતુ હવે વરસાદના મૌસમમાં તેમાં અચાનક ઘટાડો થયો છે. હવે વ્યાપારીઓને શિમલાથી આવનારા ટામેટાના ભરોષે રહેવું પડી રહ્યું છે. પરંતુ શિમલાથી આવનારા ટમેટાની આવક પુરતા પ્રમાણમાં નથી. તો બીજી બાજુ ડીઝલની કિંમતોમાં થયેલા વધારાના કારણે ભાડામાં પણ વધારો થયો છે. તેવામાં વ્યાપારીઓને ટામેટાનો ભાવ રૂપિયા 50 પ્રતિકિલોથી વધારે ચુકવવો પડી રહ્યો છે.

બટેટા પણ થયા મોંઘા

માત્ર ટમેટા જ નહીં પણ હવે બટેટાની કિંમતોમાં પણ વધારો થયો છે. થોડા દિવસો પહેલા દિલ્હીમાં બટેટાનો ભાવ લગભગ રૂપિયા 20 પ્રતિકિલો હતો. જે હવે વધીને 30 રૂપિયા પ્રતિકિલોએ પહોંચી ગયો છે. ચિપસોના બટેટાના ભાવ 35થી 40 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ગયાં છે. છુટક વિક્રેતાઓનું કહેવું છે કે, માર્કેટમાં બટેટાનો ભાવ રૂપિયા 1300 પ્રતિબોરીના થઈ ગયાં છે. એક બોરીમાં 48થી 50 કિલો બટેટા નીકળે છે. તેવામાં તે લોકોને મોંઘા બટેટા વહેચવા સીવાય બીજો કોઈ રસ્તો નથી.

આ શાકભાજી પણ થયા મોંઘા

કેટલાક ઋતુગત શાકભાજી પણ મોંઘા થયા છે. ભીંડા 30થી 40 રૂપિયા પ્રતિકિલોના વહેચાઈ રહ્યાં છે. આ જ પ્રકારે શિમલા મરચું અને ફેંચ બિન 60થી 80 રૂપિયા, ફુલકોબી 40થી 60 રૂપિયા પ્રતિકિલોના ભાવે વહેચાઈ રહ્યાં છે. રીંગલા 30 રૂપિયા પ્રતિકિલોએ વહેચાઈ રહ્યાં છે.

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!