ટામેટાંનો ભાવ આ શહેરમાં 2થી 3 રૂપિયે કિલો પહોંચ્યો, ખેડૂતોનો સૌથી મોટો મરો

નાસિકના હોલસેલ માર્કેટ એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી(એપીએમસી)માં બુધવારના રોજ ટામેટાના ભાવ હાલની સિઝન દરમિયાન રૂ. ૨-૩ થી કિલોની સપાટીએ પહોંચી ગયા છે. આ ઉપરાંત ખેડૂતો અને વેપારીઓએ ભેજને ટાળવવા માટે ઉતાવળમાં તેમના ટામેટાના પાકને વેચી દીધો હતો. સંગ્રહિત કરેલા ટામેટાની ગુણવત્તા ઝડપથી બગડી જતાં નાસિકમાં તેના ભાવમાં નાટકીય રીતે ઘટાડો થયો છે.

મહિના દરમિયાન ૨૫ ટકાનો ઘટાડો થયો

મુંબઈએ આ પાકનો સૌથી મોટો સપ્લાયર છે. મુંબઈના હોલસેલ માર્કેટમાં હાઈબ્રિડ ટામેટાના ભાવમાં અત્યાર સુધીના મહિના દરમિયાન ૨૫ ટકાનો ઘટાડો થયો છે. હાલના વેપારમાં ભાવ પ્રતિ કિલો રૂ. ૬ જેટલો છે, જ્યારે અગાઉના મહિનામાં ભાવ પ્રતિકિલો રૂ. ૮ જેટલો હતો.  ટામેટાનો ઉપયોગ વિવિધ વસ્તુઓ બનાવવા માટે થાય છે, જેમાં ખાસ કરીને જ્યૂસ અને ચટણી માટે થાય છે, જેનો ભાવ નાસિક અને મુંબઈ બંને સ્થાને પ્રતિ કિલો રૂ. ૨-૩ જેટલો છે.

કેટલાક ટામેટાં એવા હોય છે, જેમણે લાંબા સંમય સુધી સંગ્રહિત કરી શકતા નથી. જેના કારણે  વેપારીઓ અને સ્ટૉકસ્ટિસ્ટોને તેની ગુણવત્તા વધુ ખરાબ થાય તે પહેલાં ઝડપથી તેને વેચવાની જરૂરિયાત ઊભી થાય છે. આ પ્રકરના ખામીયુક્ત ટામેટાંનું કોઈ મૂલ્ય હોતું નથી. ફેર અવરેજ ક્વોલિટી(એફએક્યૂ) ટામેટાંને હાલમાં નાસિકમાં રૂ.૮-૧૦ પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યાં છે.

મુંબઈમાં પ્રતિ કિલો 6 રૂપિયા ટામેટાંનો ભાવ

મુંબઈ એપીએમસીમાં ટામેટાના મોડેલ ભાવ(ઊંચ અને નીચ ક્વોલિટીના સરેરાશ) મુંજબ આજે રૂ. ૬ પ્રતિ કિલોએ સ્થિર રહ્યાં હતા. સરકારની માલિકીની નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ(એનએચબી) દ્વારા તૈયાર કરાયેલા ડેટા દર્શાવે છે કે, નવેમ્બરમાં મુંબઈ એપીએમસી યાર્ડમાં ટામેટાની કુલ સંખ્યા બમણી થઇને ૪૭૦ ટન થઈ હતી, જે આ મહિનાની શરૂઆતના ૨૦૮ ટનની સરખામણીમાં હતી

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter