GSTV

ટામેટાના ભાવમાં તોતિંગ ચાર ગણો વધારો, જાણો હજુ કેટલા વધી શકવાની છે સંભાવના

Last Updated on July 10, 2020 by pratik shah

દેશમાં મોંઘવારીનો માર માત્ર પેટ્રોલ ડીઝલમાં જ નથી પડી રહ્યો, મોંઘવારીનો માર હવે અય વસ્તુઓમાં પણ આવી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં ટામેટાના ભાવમાં અચાનક વધારો આવતો જોવા મળી રહ્યો છે. ગયા મહિને ટામેટાના જે ભાવ હતા તેમાં ચાર ગણો વધારો થયો છે. આવનારા દિવસોમાં પણ ભાવ ઓછા થવાની કોઈ શક્યતા દેખાતી નથી.

શહેરોમાં 80 રૂપિયા થયા કિલોના ભાવ

છૂટક બજારથી મળી રહેલા નવા આંકડા મુજબ, દિલ્હી, ગુરુગ્રમ, નોઈડા અને ગાઝિયાબાદ સહીત અન્ય શહેરોમાં પ્રતિ કિલો ટામેટાની કિંમત 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એક મહિના પહેલા ટામેટાની કિંમત 20 રૂપિયા પ્રતિકિલો હતી. નિષ્ણાતોનું કહેવું છે કે વરસાદના સમયમાં ભાવમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે. આવનાર સમયમાં મોટાભાગ ભાવ સ્થિર રહેશે.

કેમ થયો આટલો તોતિંગ વધારો

ટામેટાના ભાવમાં આટલો તોતિંગ વધારો થવાનું સૌથી મોટું કારણ ટામેટાની સપ્લાય ઘટવાનું માનવામાં આવે છે. હકીકતમાં, હાલના દિવસોમાં ટામેટા ઉત્પાદક વિસ્તારોમાં અચાનક વરસાદ અને અતિશય ગરમીને કારણે ટામેટાના પાકને મોટું નુકશાન થયું હતું, ઉપરાંત, ભાવ ઓછા મળવાને કારણે હરિયાણાના ખેડૂતોએ અનાજની ખેતી કરવા માટે ટામેટાના પાકને ખતમ કરી નાખ્યો હતો.  જેને કારણે શાકમાર્કેટમાં ટામેટાની આવક ઘટી ગઈ હતી.

પાકને નુકશાન થતા આવક ઘટી

દિલ્હી સહીત ઉત્તર ભારતમાં ટામેટા સૌથી વધુ સપ્લાય હરિયાણા અને હિમાચલ પ્રદેશ માંથી થાય છે. આઝાદ પૂર માર્કેટમાં ટામેટા કારોબારી અને શાકભાજી કારોબારી સંઘના એક અધિકારીએ જણાવ્યું હતું કે બે અઠવાડિયા પહેલા હરિયાણાથી ખુબ પ્રમાણમાં ટામેટાની આવક થઇ રહી હતી. પરંતુ, હવે હરિયાણાથી આવતી ટામેટાની આવક ઘટી ગઈ છે. કારણ કે વરસાદ અને અતિશય ગરમીને કારણે ટામેટાના પાકને મોટું નિક્ષણ થયું હતું,

દેશમાં વાર્ષિક 1.97 કરોડ લાખ ટન ટામેટાનું ઉત્પાદન થાય છે.,

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તામિલનાડુ, કેરળ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ દેશમાં ટામેટાનું ઓછું ઉત્પાદન કરતા રાજ્યો છે. તે ટામેટાની સપ્લાય માટે વધુ ઉત્પાદન કરતા રાજ્યો પર નિર્ભર રહે છે. સરકારી આંકડાઓ મુજબ, દેશમાં વાર્ષિક 1 કરોડ 97 લાખ ટન ટામેટાનું ઉત્પાદન થાય છે. જયારે 1 કરોડ 15 લાખ ટન વપરાશ થાય છે,

READ MORE:

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!