GSTV
Gujarat Government Advertisement

હવે શાકભાજીઓ પણ ઉતર્યા રેસનાં મેદાનમાં, ટમેટાએ મારી સેન્ચુરી તો બટાકા-ડુંગળી હાફ સેન્ચુરીની નજીક!

Last Updated on September 13, 2020 by Mansi Patel

કોરોના કટોકટીમાં એક બાજુ બાજુ લોકોની કમાણી ઘટી ગઇ છે તો બીજી બાજુ શાકભાજી – કઠોળ સહિતની ખાદ્યચીજોના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગને કમરતોડ ફટકો પડ્યો છે. હાલ ટામેટાના ભાવ આકાશે પહોંચતા ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઇ ગયુ છે. રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં છૂટક બજારમાં ટામેટાની કિંમત  80થી 90 રૂપિયા પ્રતિકિલોએ પહોંચી ગઇ છે. શાકભાજીના વેપારીનું કહેવુ છે કે બજારમાં સપ્લાય ઓછી થવાથી ટામેટાના ભાવ વધી ગયા છે. જૂનમાં જ ટામેટા 50થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા પરંતુ ચાલુ સપ્તાહે અચાનક તેના ભાવ ઝડપથી વધ્યા છે. એશિયાની સૌથી મોટી શાકભાજી માર્કેટ આઝાદપુર યાર્ડમાં જથ્થાબંધ બજારમાં ટામેટાનો ભાવ પ્રતિ કિલો રૂ. 40થી 60 હતો.

શનિવારના રોજ અસંગઠિત બજારમાં ટામેટા 80-85 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. જો કે, ક્વોલિટી અને એરિયાના આધારે તેના ભાવમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. સરકારી આંકડાથી ખબર પડે છે કે ,દિલ્હીમાં ટામેટાની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે ઈ રિટેલ પર તેનો ભાવ 74-75 રૂપિયા છે. બિગ બાસ્કેટ પર તેનો ભાવ 60 રૂપિયા છે.

લોકડાઉનમાં બે રૂપિયા કિલે વેચાતા હતા ટામેટા

કોરોના વાયરસની મહામારીને લઈ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં આ વખતે ટામેટાની ખેતીમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે કિમત વધવાની અણસાર વર્તાયા હતા. નિષ્ણાંતો જણાવે છે કે, કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનમાં ખેડૂતોને ટામેટા 2 રૂપિયે કિલો વેચવા પડ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોના પાક પર વરસાદની પણ માઠી અસર પડી હતી. આ જ કારણે શાકભાજીના ભાવો આસમાને પહોંચી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવતોમાં ભાવ વધારો, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો કર્યું પ્રદર્શન

Pritesh Mehta

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!