GSTV

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

પાકિસ્તાનમાં મોંઘમારીની માર એવી પડી રહી છે કે હાહાકાર મચી ગયો છે. દેશના મુખ્ય શહેર કરાચીમાં ટામેટાના પ્રતિ કિલો ભાવ 300થી 320 રૂપિયા વધી ગયો. ચાલુ મહિનાના બીજા અઠવાડિયામાં ગ્રાહકોને પ્રતિ કિલો ટામેટા માટે 300 રૂપિયાથી વધારે ચૂકવવા પડ્યા.

મોટા ભાગના લોકો ટામેટા ખરીદવા માટે સક્ષમ નથી. અફઘાનિસ્તાન અને સ્વાતની ડુંગળી બજારમાં આવવા છતાં ઘણા વેપારીઓ ડુંગળીની પ્રતિ કિલોગ્રામ કિંમત 90 રૂપિયાથી વધીને 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દેવાઈ છે.

ડુંગળીનું મૂલ્ય 70 રૂપિયા પ્રતિ કિલો છે. સિંધમાં ડુંગળીનો પાક ચાલુ મહિનાના અંતથી વધી શકે છે પરંતુ વેપારીઓએ પહેલા જ કિંમત વધારી દીધી છે. ઉંચી કિંમતોની સાથે ડુંગળી શ્રીલંકા, સુદૂર પૂર્વ અને બાંગ્લાદેશમાં 550 ડૉલર પ્રતિ ટન પર પણ નિકાસ કરવામાં આવી રહી છે.

ટામેટાના સંકટ પર વેપારીઓએ કહ્યુ કે જથ્થાબંધ ટામેટાનો ભાવ 240થી ઘટીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે છુટક વેપારી કેવી રીતે કિંમત વધારીને ગ્રાહકોને વેચી રહ્યા છે.

આજકાલ કેટલાક લોકો કિલોમાં ખરીદવાને બદલે પોતાની જરૂર અનુસાર એક કે બે ટામેટા ખરીદી રહ્યા છે. કેટલાક રિટેલર 250 ગ્રામ માટે 80 રૂપિયા અને એક કિલો માટે 300 રૂપિયા વસૂલી રહ્યા છે.

Read Also

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!