GSTV

કામની વાત/ 2 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરો આ ખાસ બિઝનેસ, કરાવશે ધૂમ કમાણી

બિઝનેસ

Last Updated on September 15, 2021 by Bansari

સમોસા હોય કે ભજિયા, ચિપ્સ હોય કે ફ્રેન્ચ ફ્રાય ટોમેટો સોસ વગર તેનો સ્વાદ આવતો નથી. ઘર હોય કે રેસ્ટોરન્ટ, ટોમેટો સોસની માંગ આખા વર્ષ દરમિયાન રહે છે. બજારમાં પોપ્યુલર બ્રાન્ડની સાથે લોકલ બ્રાન્ડ્સના પણ ટોમેટો સોસ મળે છે. જો લોકલ બ્રાન્ડની ક્વોલિટી પણ સારી હોય તો માંગ ઓછી રહેતી નથી. આવી સ્થિતિમાં, ટોમેટો સોસના બિઝનેસમાં હાથ અજમાવવાથી વધુ સારી સાબિત થઈ શકે છે. સરકાર આ બિઝનેસ શરૂ કરવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ કે ટોમેટો સોસનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો અને સરકાર કેવી રીતે મદદ કરશે?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે તૈયાર કરેલી પ્રોજેક્ટ પ્રોફાઇલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ટોમેટો સોસનો બિઝનેસ શરૂ કરવા માટે કુલ 7.82 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આમાં, તમારે તમારી પાસેથી 1.95 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. મુદ્રા લોન યોજના હેઠળ લોન લઈને બાકીના નાણાંની વ્યવસ્થા કરવામાં આવશે.

બિઝનેસ

લોન કેવી રીતે મળશે?

જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમારે ઘરની માલિકી અથવા ભાડાના ડોક્યુમેન્ટસ, કામ સંબંધિત માહિતી, આધાર, પાન નંબર સહિત અન્ય ઘણા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈપણ બેંકમાં લોન માટે અરજી કરી શકો છો. આ માટે, તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં આ વિગતો આપવી પડશે… નામ, સરનામું, બિઝનેસનું સરનામું, શિક્ષણ, વર્તમાન આવક અને કેટલી લોન જરૂરી છે. આમાં કોઈ પ્રોસેસિંગ ફી અથવા ગેરંટી ફી ચૂકવવાની રહેશે નહીં. બેંક મેનેજર વેરિફિકેશન પછી લોન મંજૂર કરે છે.

ક્યાં, કેટલો ખર્ચ થશે

ટોમેટો સોસ બિઝનેસ સ્થાપવા માટે 7.82 લાખ રૂપિયા ખર્ચવામાં આવશે. જેમાં તમામ પ્રકારની મશીનરી અને ઇક્વિપમેન્ટ પર 2 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તે જ સમયે, ટમેટાં, રો-મટિરિયલ, ઇંગ્રિડિએન્ટ, કામદારોનો પગાર, પેકિંગ, ટેલિફોન, ભાડું વગેરે પર 5.82 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

બિઝનેસ

કેટલી કમાણી થશે

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના અહેવાલ મુજબ 7.82 લાખના રોકાણમાં તૈયાર કરવામાં આવેલા અંદાજના સંદર્ભમાં વાર્ષિક ટર્નઓવર 28.80 લાખ રૂપિયા હોઈ શકે છે. વાર્ષિક ખર્ચ 24.22 લાખ રૂપિયા હોઈ શકે છે. ટર્નઓવરમાં ખર્ચ બાદ કર્યા પછી, તમારી પાસે 4.58 લાખ રૂપિયા બાકી રહેશે. આ તમારો વાર્ષિક ચોખ્ખો નફો હશે. એટલે કે, તમે દર મહિને લગભગ 40,000 હજાર રૂપિયા કમાશો.

પ્રોડક્ટની માર્કેટિંગ જરૂરી

પ્રોડક્શન શરૂ થયા બાદ વેચાણ વધારવા માટે પ્રોડક્ટનું માર્કેટિંગ ખૂબ મહત્વનું છે. માર્કેટિંગ માટે, તમે સોશિયલ મીડિયા, માઉથ પબ્લિશિંગ, લોકલ લેવલ પર માર્કેટિંગ કરી શકો છો. તમે જેટલું વધુ માર્કેટિંગ કરશો તેટલી તમારી કમાણી વધશે.

Read Also

Related posts

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Challenge / અજમાવી જુઓ દારા સિંહ થાલી, જો 30 મિનિટની અંદર સમાપ્ત કરો તો નહીં ચૂકવવા પડે પૈસા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!