કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ટોમ વડક્કન અંગે રાહુલે આપ્યું આ નિવેદન

ટોમ વડક્કન ભાજપમાં જોડાયા તે અંગે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તે કોઇ મોટા નેતા હતાં. ઓડિશાના પ્રવાસે રવાના થતાં પહેલા એરપોર્ટ પર પત્રકારોએ પૂછેલા પ્રશ્રના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે વડક્કન? વડક્કન કોઇ મોટા નેતા નથી. ઓડિશાના બારગઢમાં જનસભાને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે મોદીએ ખેડૂતોની સ્થિતિ સુધારવાનું વચન પૂર્ણ ન કરત દરરોજ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે ગઇકાલે લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો આંચકો આપતા તેના પ્રવક્તા અને સોનિયા ગાંધીના એક સમયના નજીકના સહયોગી ટોમ વડક્કને કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ બેકારી, ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિ અને ફ્રાન્સ સાથે થયેલા રફાલ સોદા અંગે વડાપ્રધાન મોદીને નિશાન બનાવ્યા હતાં. 

રાહુલે જણાવ્યું હતું કે હાલમાં દેશની ત્રણ મુખ્ય સમસ્યા છે. સૌથી મોટો મુદ્દો બેકારીનો છે. નરેન્દ્ર મોદી રોજગારીની તકો ઉભી કરવામાં નિષ્ફળ નિવડયા છે. બીજો મુદ્દો ભ્રષ્ટાચારનો છે. વડાપ્રધાને દેશની પ્રજાના ૩૦,૦૦૦ કરોડ રૃપિયા અનિલ અંબાણીને આપી દીધા છે. ત્રીજો મુદ્દો ખેડૂતોનો છે. છત્તીસગઢમાં સત્તા હાંસલ કર્યાના બે જ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ સુધી ખેડૂતોને માત્ર જુઠ્ઠા વચનો જ આપ્યા છે. ઓડિશાના બારગઢમાં એક રેલીને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે મોદી સરકારે ખેડૂતોની સ્થિતિ સુધારવાનું વચન ન પાળતા ખેડૂતો રોજ આત્મહત્યા કરી રહ્યાં છે.  મોદી એક તરફ ખેડૂતોના કલ્યાણની વાતો કરે છે જ્યારે બીજી તરફ તેમની લોન પણ માફ કરતા નથી અને ટેકાના ભાવ પણ વધારતા નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter