GSTV
Home » News » VIDEO: ઇમરજન્સી વોર્ડમાં દર્દીએ નર્સ સાથે કર્યું આવું, જાણશો તો વિચારમાં પડી જશો

VIDEO: ઇમરજન્સી વોર્ડમાં દર્દીએ નર્સ સાથે કર્યું આવું, જાણશો તો વિચારમાં પડી જશો

સામાન્ય રીતે પ્રેમને વ્યક્ત કરવાની દરેકની અલગ-અલગ સ્ટાઇલ હોય છે. કોઇ જાહેરમાં પ્રેમનો એકરાર કરે તો વળી, કોઇ છૂપાઇને પણ પ્રેમનો એકરાર કરતા હોય છે ત્યારે કેટલાક તો પ્રેમને યાદગાર બનાવવા માટે કંઇક અલગ પ્રકારનું જ કરતા હોય છે. આવું જ કંઇક એક શખ્સે હોસ્પિટલમાં કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયો અનુસાર, એક શખ્સ હોસ્પિટલમાં આવેલા ઇમરજન્સી વોર્ડની અંદર જ નર્સને જાહેરમાં પ્રપોઝ કરતા નર્સ ભાવુક થઇ જાય છે. આ શખ્સે એવી રીતે પ્રપોઝ કરતા પહેલા માહોલ ઉભો કર્યો હતો કે, ખુદ નર્સ પણ તેના બોયફ્રેન્ડના આ વિચારથી આશ્વર્યચકિત થઇ ગઇ હતી. કારણ કે આ શખ્સે સૌ પહેલા તો બિમારી હોવાનો ઢોંગ કરીને એમ્બ્યૂલન્સ બોલાવી હતી.

ત્યાર બાદ તે એમ્બ્યૂલન્સની મદદથી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. અહીં ઇમરજન્સી વોર્ડમાં લવાયેલા આ શખ્સની સારવાર શરૂ થાય તે પહેલા આ શખ્સ ઉભો થયા બાદ લથળી પડે છે. તો બીજીતરફ હાજર નર્સ તેને સંભાળવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તેની ગર્લફ્રેન્ડ નર્સ કંઇક સમજે વિચારે તે પહેલા આ શખ્સ પોતાના ખિસ્સામાંથી રિંગ કાઢીને ગર્લફ્રેન્ડ એવી નર્સ સમક્ષ પ્રેમનો એકરાર કરે છે. જો કે, ભાવુક થયેલી નર્સ પણ બોયફ્રેન્ડના આ એકરારને સ્વિકારી લે છે.

Related posts

21 બાળકોનો જન્મ આપી ચૂકી છે આ મહિલા, ફરીથી થઈ ગર્ભવતી

pratik shah

પરિક્ષામાં સાંસદે અપનાવ્યો ચોરી કરી કરવાનો અનોખો નુસ્ખો, ખુલાસો થતા સમગ્ર દેશમાં મચ્યો હડકંપ

pratik shah

લો બોલો કચરો સમજીને પેન્ટિંગને ફેંકી, તો તેની કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!